ઝાકીરની વિચારધારા સંદર્ભે તે તેના પરિવારને પણ જણાવતો હોવાનું એટીએસના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
2/4
અમદાવાદ: ગુજરાતમાં ISISના આતંકી પકડાયા બાદ સમગ્ર રાજ્યનું સુરક્ષા તંત્ર ફફડી ઉઠ્યું છે. સુરક્ષાતંત્ર દ્વારા સતત ISISના કનેક્શન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પૂછપરછ દરમિયાન એક ચોંકવનારો ખુલાસો થયો છે.
3/4
આતંકી વસીમ અને નઇમ સોશિયલ મીડિયાના માધ્યથી રાજકોટ અને અમદાવાદના 9 શખ્સો સાથે સતત સંપર્કમાં હતાં. હાલ ATSની ટીમ દ્વારા આ તમામ લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
4/4
આ સમગ્ર તપાસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે. જેમાં આ બંને ભાઈઓમાં વસીમ કટ્ટર માનસિકતા ધરાવતો હતો અને તે સતત ઇસ્લામિક ભાષણો સર્ચ કરતો હતો. તેણે ઇન્ટરનેટ પર ઝાકીર નાઇકના ભાષણો ડાઉનલોડ કરીને તેના ભાઇ નઇમને સંભળાવ્યા હતા.