આ રિપોર્ટમાં આઝાદી પછી ગુજરાતની સામાજિત અને રાજકીય સ્થિતિ તેમજ અન્ય રાજ્યોમાં અનામતની સ્થિતિ બાબતે કાયદાકીય પાસાઓ જણાવવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટી કાલે 8મી નવેમ્બરના રોજ પાટીદાર અનામત બાબતે પોતાનો સ્ટેન્ડ જાહેર કરશે.
2/4
આ બેઠકમાં કૉંગ્રેસ કંઇ રીતે અનામત આપશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી.
3/4
થોડા દિવસ પહેલા જ દિલ્લીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કપિલ સિબ્બલ વચ્ચે બેઠક યોજાઈ હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ કપિલ સિબ્બલે અનામત બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક રિપોર્ટ સોંપ્યો છે.
4/4
અમદાવાદ: પાટીદારોને અનામત મુદ્દે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ આવતીકાલે અમદાવાદ આવશે. આવતીકાલે રાત્રે નવ વાગ્યે કૉંગ્રેસ કાર્યાલય ખાતે પાસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.