શ્રીનગર પહોંચેલા મેરાણી પરિવારને વીઆઈપી લોન્જમાં લઈ જવાયો હતા, જ્યાં તેમને વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. એટલું જ નહીં તમામ અધિકારીઓએ તન્ઝીમને તેણે કરેલા સાહસ બદલ શાબાશી પણ આપી હતી.
2/7
3/7
4/7
5/7
6/7
મહત્વની વાત એ છે કે, કાશ્મીરમાં ભારતનો ત્રિરંગો ન ફરકાવાતો હોવાના દુઃખ સાથે શ્રીનગર એરપોર્ટ પર પહોંચેલ તન્ઝીમને એરપોર્ટ પર જ અલગાવવાદીઓનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર તન્ઝીમ અને તેના સમર્થનમાં લોકોએ નારા લગાવ્યા, ત્યારે જેની સામે અલગાવવાદીઓએ નારા લગાવ્યા હતા.
7/7
અમદાવાદઃ કાશ્મીરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવવા ગયેલા અમદાવાદની તન્ઝીમ અને મેરાણી પરિવારને શ્રીનગર એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યો હતો અને તેમને દિલ્લી પરત મોકલ્યા હતા. તન્ઝીમ તેના માતા-પિતા સાથે કાશ્મીર ધ્વજવંદન કરવા તો પહોંચી, પરંતુ શ્રીનગર એરપોર્ટ પર જ સુરક્ષાના કારણોસર રોકવામાં આવી હતી અને લાલચોકમાં જવાની પરવાનગરી ન અપાઇ. જોકે, તન્ઝીમે જીદ્દ પકડી હતી અને પરત ન જવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે અનશન કરવાની ચિમકી આપી હતી. જોકે, બધાએ સમજાવતાં તે માની ગઈ હતી. આ પછી તેમણે શ્રીનગર એરપોર્ટ પર ધ્વજ લહેરાવ્યો હતો.