નીચલી કોર્ટે 12મી એપ્રિલ 2012ના રોજ આ કેસમાં 18 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 5 આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી હતી. નીચલી કોર્ટની સજાને આરોપીઓએ હાઈકોર્ટમાં પડકારી હતી.
3/7
ગોધરાકાંડ બાદ આણંદ જિલ્લાના ઓડ ગામ ખાતે માર્ચ, 2002ના રોજ બપોરે કોમી તોફાનો થયાં હતાં. લોકોનાં ટોળાએ પીરાવાળી ભાગોળે આવેલા ઝાંપલીવાલા બિલ્ડિંગમાં આગ ચાંપી દેતાં 23 લોકો જીવતાં ભૂંજાઇ ગયાં હતાં. આ અંગે કોર્ટમાં કેસ ચાલી જતાં 12મી એપ્રિલ 2012ના રોજ વિશેષ કોર્ટના ન્યાયાધીશ પૂનમ સિંઘે ચુકાદો સંભળાવ્યો હતો.
4/7
5/7
6/7
ઉપરાંત આજીવન કેદની સજા પામેલા એક દોષિતનું મોત થઇ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે 1,માર્ચ 2002ના રોજ ઓડ ગામના પીરાવાળી ભાગોળમાં 23 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
7/7
અમદાવાદઃ 2002 ઓડ હત્યાકાંડમાં ગુજરાત હાઇકોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હાઇકોર્ટે 14 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી હતી જ્યારે ત્રણ દોષિતોની આજીવન કેદની સજા રદ કરી હતી. તે સિવાય આ કેસમાં સાત વર્ષની સજા પામેલા દોષિતોની સજા યથાવત રાખી હતી. સાત વર્ષની સજા થઇ ગઇ છે તેવા દિલીપ વલ્લભ પટેલ, પૂનમ લાલજી પટેલ, નટુ મંગળ પટેલને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.