શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે, જાણો નરેન્દ્ર મોદી કઈ તારીખે આવશે અમદાવાદ
1/3

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પાર્ટીઓના ગુજરાતમાં આંટા-ફેરા વધી રહ્યા છે. ચૂંટણીને લઈને કમિટીઓ રચવાની અને બેઠકો કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
2/3

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. અહીં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે. 1200 પથારીઓની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત જામનગરની નવી સિવિલ હોસ્પિટલનું પણ લોકાર્પણ અહીંથી કરે તેવી શક્યતા છે. જ્યારે સભા સ્થળને લઈને પણ કવાયત ચાલી રહી છે.
3/3

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. નરેન્દ્ર મોદી 28મી ફેબ્રુઆરીએ અમદાવાદના આંગણે પધારી રહ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલા નવા કેમ્પસના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી 2019 દરમિયાન સાઈન થયેલા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરી શકે છે.
Published at : 08 Feb 2019 11:30 AM (IST)
View More





















