અમદાવાદઃ વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલના ઘર પર હુમલો અને લોકોને ઉશ્કેરવાના કેસમાં હાઈકોર્ટે સોમવારે પાટીદાર નેતા હાર્દિક પટેલને જામીન આપી દેતાં હાર્દિકની જેલમાંથી મુક્તિનો માર્ગ મોકળો બની ગયો છે. હાર્દિકને જામીન મળ્યા એ સમાચાર ચમક્યા પણ હાર્દિક માટે જામીન કોણે આપ્યા તેની બહુ નોંધ નથી લેવાઈ.
2/5
હાર્દિક વતી કોણે જામીન આપ્યા તેની વાત જાણશો તો તમે ચોંકી જશો કેમ કે હાર્દિક વતી 65 વર્ષનાં એક વૃધ્ધાએ જામીન આપ્યા છે. હાઈકોર્ટે હાર્દિક પટેલને 25 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો હતો. 65 વર્ષનાં શારદાબા નામનાં વૃધ્ધાએ હાર્દિક વતી જામીન આપ્યા હતા.
3/5
શારદાબેનના આ પ્રેમાગ્રહને પાટીદાર નેતાઓએ વધાવી લીધો હતો અને મંગળવારે હાઈકોર્ટમાં હાર્દિકની જામીન અરજી વખતે તેમને ખાસ હાજર રખાયાં હતાં. હાર્દિકને તો મંગળવારે હાઈકોર્ટમાં રજૂ કરાયો નહોતો પણ હવે તે છૂટીને વિરગમગામ આવશે ત્યારે શારદાબેન તેને ચોક્કસ મળશે.
4/5
શારદાબેન પટેલ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવા ગામનાં વતની છે. ઉનાવામાં બધા કાર્યક્રમોમાં આગેવાની લેતાં હોવાના કારણે લોકો શારદાબેનને સરપંચના હુલામણા નામથી બોલાવે છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ શારદાબાએ સક્રિય ભાગ લીધો છે.
5/5
શારદાબાએ હાઈકોર્ટમાં હાર્દિકના જામીન પોતે જ આપશે તેવો આગ્રહ રાખ્યો હતો. તેમણે એવો પ્રેમાગ્રહ કર્યો હતો કે, 'પાટીદારોના હક માટે લડી રહેલા હાર્દિકને હું બીજી કોઇ રીતે તો મદદ કરી શકું તેમ નથી પણ એક પાટીદાર તરીકે તેના જામીનદાર બનીને તો મદદ કરી શકું ને'...