અમદાવાદ પોલીસે આ મામલે સત્ય જાણવાની જગ્યાએ તેની સાથે નરમીથી વર્તી રહી છે. સવાલ એ છે કે મહેશની સુરક્ષાની વાત હોય તો શું તેને પોલીસ યુનિફોર્મ પહેરાવવો એ એક જ ઉપાય છે. શું હવેથી દરેક અપરાધી જેના જીવને અમદાવાદ પોલીસ યુનિફોર્મ પહેરાવશે. ખાખીને આ હરકતથી લજવનારી અમદાવાદ પોલીસ કોના ઈશારે આ કામ કરી રહી છે. રાજ્ય સરકાર આવા પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે જે એક ભ્રષ્ટાચારી વિરૂદ્ધ એક્શન લેવાને બદલે તેને બચાવવામાં લાગી છે.
2/4
સવાલ એ છે કે અમદાવાદ પોલીસની નજરમાં મહેશ શાહ અપરાધી છે કે પીડિત. જે વ્ચક્તિ આયકર અધિકારીઓ સામે 13,862 કરોડ રૂપિયાનું કાળુ ધન ડિક્લેર કરી રહ્યો અને પછી તે એમ કહી દે કે આમાંથી એક પણ પૈસો મારો નથી. તો શું તે અપરાધી નથી. આયકર કાયદા મુજબ આ અપરાધ છે જેના અંતર્ગત અપરાધીને સાત વર્ષ સુધીની સજ થઈ શકે છે. ત્યારે આયકર વિભાગ મહેશ શાહ સાથે આટલો ઢીલો વ્યવહાર કેમ કરી રહ્યો છે. મહેશ શાહે પોતે કબૂલ્યું છે કે કેટલાક નેતાઓ, અધિકારીઓ અને વ્યવસાયીઓના કાળા ધન સફેદ કરવા માટે તે ફ્રંટની રીતે આવ્યો છે. જેથી તેને કમિશન મળે.
3/4
ઘરે પણ પોલીસે એ વાતનું ધ્યાન રાખ્યું કે મહેશ શાહને કોઈ પરેશાની ન થાય. મીડિયાને ગેટ પર જ રોકવામાં આવ્યું હતું. અને તેને આરામથી તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. મહેશ શાહને મળી રહેલી આ વીઆઈપી ટ્રીટમેંટ અને પોલીસ ડ્રેસ અંગે પોલીસને પૂછવામાં આવ્યું તો અધિકારીઓએ જવાબ આપ્યો કે આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ લેવામાં આવ્યું હતું.
4/4
અમદાવાદ: 13,860 કરોડના કાળાધનને ઘોષિત કર્યા પછી તેમાંથી પલટી જનારા મહેશ શાહપર આયકર વિભાગ મહેરબાન છે. સાથે જ તેને સાચવી પણ રહી છે. શનિવારે આખી રાત પૂછપરછ કરી હતી. રવિવારે સવારે પૂરી ન થઈ હોવા છતાં મહેશ શાહને જવા દેવામાં આવ્યો હતો. તેને મૂકવા અમદાવાદ પોલીસ આવી હતી. આનંદનગર પોલીસ થાના અંતર્ગત આવનારા સાતત્ય અપાર્ટમેંટમાં પડોશીઓએ પાડેલી આ તસવીરમાં મહેશ શાહ પોલીસ ડ્રેસમાં જોવા મળે છે. તેણે ખાખી ડ્રેસ અને પોલીસની ટોપી પહેરી છે. ત્યાંથી સાંજે ચાર વાગ્યે તે પોલીસની ગાડીમાં જ બેઠીને પોતાને ઘર પહોંચ્યો હતો.