શોધખોળ કરો
ગુજરાતના ક્યા ગેંગ રેપના ચકચારી કેસમાં આરોપીઓને છોડવા સુપ્રીમ કર્યો આદેશ? પ્રેમીએ પ્રેમિકાના ગુપ્તાંગ પર સિગારેટના ડામ દીધેલા....

1/4

નોંધનીય છે કે, બિજલ જોશીને 31 ડિસેમ્બર, 2003ના રોજ તેના મિત્ર સજલ જૈને 'ન્યૂ યર'ની પાર્ટી ઉજવવા માટે શાહીબાગ વિસ્તારની એક હોટલમાં બોલાવી હતી. સજલ જૈને બિજલને કેફી પીણું પીવડાવી અને તેના ચાર મિત્રોને બોલાવી સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓ દ્વારા બિજલના શરીર પર સિગરેટના ડામ દેવામાં આવ્યા હતા અને ખભા, છાતી તેમજ ગુપ્તભાગો પર બર્બરતાપૂર્વક ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. બચકા ભર્યા હતા. બળાત્કાર ગુજાર્યા પછી સજલ જૈને પીડિતાને સોલા હાઇવે પર કારમાંથી નીચે ફેંકી દીધી હતી.
2/4

અમદાવાદઃ 2003ના ચકચારી બીજલ જોષી ગેંપ રેપના કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીઓને છોડવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જેની સામે આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ. ખંનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે આરોપીઓએ પૂરીત સજા ભોગવી હોવાથી તેમને છોડવાનો આદેશ આપ્યો છે.
3/4

આ આદેશ સામે આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આરોપીઓએ એવી રજૂઆત કરી હતી કે, ઘટના 2003ની છે. જે બાદ તેમણે પૂરતી સજા ભોગવી છે. તેઓ લાંબા સમયથી જેલમાં છે. એટલું જ નહીં આવું કૃત્ય તેમણે કર્યું નહીં હોવા અંગેની તેમની કેટલીક દલીલો નીચલી કોર્ટે ધ્યાને લીધી નહીં હોવાથી તેમને મુક્ત કરવા જોઇએ. સુપ્રીમ કોર્ટે આરોપીઓની પિટિશન આંશિક સ્વીકાર કરી તેનો નિકાલ કરતા નોંધ્યું હતું કે, આરોપીઓએ પૂરતી સજા ભોગવી હોવાથી આ કેસમાં તેમને મુક્ત કરવામાં આવે છે.
4/4

31મી ડિસેમ્બર 2003ના રોજ બીજલ જોષી પર થયેલા ગેંગ રેપ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીઓ આજીવન કેદની સજા ફટકારી હતી જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરાતા 2012માં હાઈકોર્ટે ચુકાદો આપી આરોપીઓ દ્વારા કરાયેલો બળાત્કાર પાશવી હોવાનું અને તેમણે સ્ત્રીને માત્ર એક વસ્તુ સમજી તેના પર કરેલા અત્યાચારને ગંભીરતાથી લીધા હતા. આરોપીઓના આ કૃત્યને કારણે બીજલે આત્મહત્યા કરવી પડી હોવાનું ધ્યાને લઇ હાઈકોર્ટે સેશન્સ કોર્ટે આપેલી સજાને યોગ્ય ગણાવી હતી.
Published at : 13 Dec 2018 10:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
