શોધખોળ કરો
જસદણમાં કુંવરજીને હરાવવા કોંગ્રેસે બે પાટીદાર, બે કોળી દાવેદારોની બનાવી પેનલ, ગમે તે એકની થશે પસંદગી, જાણો વિગત
1/6

કોંગ્રેસે નક્કી કરેલી પેનલના ચારેય નામો દિલ્હી મોકલી દેવાયા છે. હવે બે-ત્રણ દિવસમાં જ હાઇકમાન્ડ આખરી નિર્ણય લઇ ઉમેદવાર જાહેર કરશે. જસદણ પેટાચૂંટણીના મેદાને જંગમાં ઉતરવા કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે ત્યારે હવે ચૂંટણીની તારીખ જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે.
2/6

કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે, જસદણના મતદારો પક્ષપલટો કરનારાં કુંવરજી બાવળિયાને મતના માધ્યમથી પાઠ ભણાવશે. લોકો હવે ભાજપથી ત્રસ્ત થઇ કોંગ્રેસને જીતાડવાનુ મન બનાવી ચૂક્યા છે.દાવેદારોએ પણ એક સંપ થઇ પેટાચૂંટણી જીતવા નક્કી કર્યુ છે.
Published at : 13 Nov 2018 11:13 AM (IST)
View More





















