અમદાવાદઃ અમદાવાદમાં શહેરની યુવતી કે મહિલાની છેડતી થાય તે હવે સામાન્ય ઘટની બની ગઈ પરંતુ હવે આવા દારૂ પીને છાકટા બનેલે લોકોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વસ્ત્રાપુરમાં કારમાં જતી એક મહિલાને અટકાવીને તેની છેડતી કરવાની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે દારૂ પીને છાકટા થયેલા યુવકે મહિલા પાસે બિભત્સ માંગણી કરતા મહિલાએ બુમાબુમ કરી મુકી હતી.
2/5
જેને કારણે લોકોએ એક્ટીવા પર ભાગી રહેલા યુવકનો પીછો કરીને ઝડપી લઈને એક કલાક સુધી ઢોરમાર માર્યો હતો. આ ઘટનાને પગલે હિમાલયા મોલ સામે સંજીવની હોસ્પિટલ તરફના રોડ પર ચક્કાજામ થઈ ગયો હતો. આ ઘટનાના એકાદ કલાક બાદ પોલીસ આવી હતી.
3/5
જાણકારી મુજબ 2 ઓગસ્ટ, 2017ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ડ્રાઈવઈન રોડ પરથી વસ્ત્રાપુર તરફ એક મહિલા વૈભવી કારમાં આવી રહી હતી. દરમિયાન એક્ટીવા પર દારૂના નશામાં જઈ રહેલા યુવકે કારનો કાચ ખખડાવીને મહિલાને અટકાવી હતી. તેણે મહિલા પાસે બિભત્સ માંગણી કરતા મહિલા હેબતાઈ ગઈ હતી. કંઈક અજુગતું બને તેવા ડરથી મહિલાએ બુમાબુમ કરી મુકી હતી.
4/5
આથી બાજુમાંથી પસાર થતા લોકોએ યુવકનો પીછો કર્યો હતો. તેમણે યુવકને હિમાલયા મોલ સામે સંજીવની તરફ જવાના રસ્તા પર પ્રકાશ સોસાયટી નજીક ઝડપી લીધો હતો. બાદમાં લોકોએ યુવકને ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું. લોકોએ યુવકને એક કલાક સુધી માર મારીને અધમુઓ કરી નાંખ્યો હતો. ટોળાનો રોષ એટલો હતો કે તેમણે યુવકના કપડા પણ ફાડી નાંખ્યા હતા.
5/5
આ ઘટનાને પગલે આ રોડ પર ચક્કાજામ થઈ ગયો હતો. પોલીસને જાણ કર્યા બાદ એક કલાક પછી પોલીસ ઘટનાસ્થળે આવી હતી. જોકે ત્યાં સુધી ટોળુ અને યુવક અદ્રશ્ય થઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ યુવક સેટેલાઈટમાં રામદેવનગર ચાર રસ્તા નજીકનો રહેવાસી હતો.બીજીતરફ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ.એમ.એમ.જાડેજાને પુછતા તેમણે આ અંગે અમારી પાસે કોઈએ ફરિયાદ કરી નથી એમ જણાવ્યું હતું.