શોધખોળ કરો
હોમઅમદાવાદઅમદાવાદઃ યુવતીએ બોયફ્રેન્ડને સેક્સ માણવા કહ્યું, બોયફ્રેન્ડે ના પાડતાં યુવતીએ શું કર્યું કે જેલમાં જવું પડ્યું?
અમદાવાદઃ યુવતીએ બોયફ્રેન્ડને સેક્સ માણવા કહ્યું, બોયફ્રેન્ડે ના પાડતાં યુવતીએ શું કર્યું કે જેલમાં જવું પડ્યું?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 19 Oct 2017 10:27 AM (IST)
1/8

અમદાવાદઃ ચેઈન સ્નેચિંગ અને સેક્સ વચ્ચે સંબંધ હોય તેવું કલ્પના પણ કરી શકાય? અમદાવાદમાં એવો જ એક કિસ્સો બન્યો છે. આ કિસ્સામાં 28 વર્ષની એક યુવતીને છેલ્લા ચાર વર્ષથી એક યુવક સાથે સેક્સ સંબંધ હતા. આ યુવકે એક વર્ષ પહેલાં લગ્ન કરી લીધા પછી પણ યુવતી તેની સાથે સંબધો રાખવા માગતી હતી.
2/8

આ ઘટનાની વિગત એવી છે કે 17 ઓક્ટોબરે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં નરોડા પોલીસને મેસેજ મળ્યો હતો કે, ‘રાઠવા પેટ્રોલ પમ્પ સર્વિસ રોડ ઉપર એક મહિલાનો દોરો તોડી એક શખ્સ ભાગી ગયો છે.’ સેકન્ડ પી.આઈ. પી.આર. રામાણીએ સોનલ નિલેશભાઈ વ્યાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
3/8

પોલીસને સ્થળ ઉપરથી પોલીસને એક બાઈક મળી આવ્યું હતું. બાઈકના નંબરના આધારે ત્વરિત કાર્યવાહી કરી પોલીસ દહેગામના વડોદરા ગામના વિપુલ ઠાકોર સુધી પહોંચી હતી. વિપુલ ઠાકોરની પૂછપરછ કરતાં પોલીસને ચોંકાવનારા તથ્યો જાણવા મળ્યા હતા અને આ કિસ્સો સ્નેચિંગનો નહીં પણ સેક્સનો હોવાનું સામે આવ્યું હતું.
4/8

પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે,, 28 વર્ષની સોનલે 10 વર્ષ પહેલાં નિલેશ વ્યાસ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે પતિ નિલેશ પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. એ પછી તે વિપુલ ઠાકોરનવા સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા ને છેલ્લા ચારેક વર્ષથી સોનલ અને વિપુલ ઠાકોર રંગરેલિયાં મનાવતાં હતાં.
5/8

સોનલ અને વિપુલ એકબીજાના શરીરની ભૂખ ભાંગવા સેક્સ માણતાં. આ વર્ષના મે મહિનામાં વિપુલે બીજે લગ્ન કરી લીધાં હતાં. સોનલને તેની સામે વાંધો નહોતો પણ વિપુલ તેની સાથે સેક્સ સંબંધ ચાલુ રાખે તેવું તે ઈચ્છતી હતી. વિપુલે થોડા સમય માટે આ સંબંધ રાખ્યા પણ પછી સોનલ સાથે વાતચીત, મળવાનું બંધ કરી દીધું હતું.
6/8

જો કે વિપુલે શારીરિક સંબંધ રાખવાની ના પાડી હતી. સોનલનો ગુસ્સો વધ્યો હતો અને તેણે ઝઘડો શરૂ કરતાં વિપુલ બાઈક લઈને નિકળી ગયો હતો. સોનલે તેનો પીછો પકડીને એક્ટિવાથી ટક્કર મારી વિપુલને રોકી તેના બાઈકની ચાવી કાઢી લીધી હતી. વિપુલ બાઈક મૂકીને જતો રહેતાં પોતે ચેઈન સ્નેચિંગની ખોટી ફરિયાદ કરી હતી.
7/8

યુવતી પોતાના જૂના પ્રેમીને પોતાની સાથે સેક્સ માણવા કહેતી હતી પણ યુવક તે માટે તૈયાર ના થતાં યુવતીએ તેનો પીછો પકડીને તેને પછાડ્યો હતો. એટલું જ નહીં પણ તેની સામે ચેઈન સ્નેચિંગની ફરિયાદ કરી નાંખી. જો કે સત્ય શોધી કાઢી નરોડા પોલીસે ખોટી ફરિયાદ નોંધાવનાર યુવતી સામે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
8/8

સોનલે બહુ ધમપછાડા કર્યા પણ વિપુલ મળતો નહોતો તેથી છેવટે પોતાને છેલ્લી વાર મળવાના બહાને સોનલે તેને 17 ઓક્ટોબરે બોલાવ્યો. 17 ઓક્ટોબરે બપોરે વિપુલ મળવા આવ્યો. સોનલે એ વખતે તેની સાથે સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે ભવિષ્યમાં પણ વિપુલ પોતાની સાથે શારીરિક સંબધો રાખે તેવો આગ્રહ રાખ્યો હતો.
Published at : 19 Oct 2017 10:27 AM (IST)
Tags :
Extra Marital AffairsSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
અમદાવાદ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
અમદાવાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર





















