શોધખોળ કરો
બનાસકાંઠામાં મુલાકાત બાદ યુવક સગીરાને મળવા અમદાવાદ આવ્યો ને હોટલમાં લઈ જઈને શું કર્યું, જાણો વિગત
1/5

મહિલા ક્રાઇમ બ્રાંચના DCPના જણાવ્યા પ્રમાણે, બંને લગ્ર પસંગમાં મળ્યા હતા. આરોપી સગીરાને મળવા માટે બોલાવતો હતો અને બ્લેકમેઈલ કરતો હતો. અંતે હેરાન થઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હાલ સગીરા અને આરોપીનું મેડિકલ તપાસ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
2/5

સગીરાને એક વર્ષ પહેલા જ સાબરમતીમાં રહેતા યુવક સાથે સગાઈ થઈ હતી. જેથી આરોપી જગદીશે સગીરાને બ્લેકમેઈલ કરતો હતો અને આરોપી જગદીશે રિવરફ્રન્ટ પર સગીરાના ફોટા પાડ્યા હતા. તે પાલનપુર ખાતે સમાજના લોકોને બતાવીને સગીરાને બદનામ કરી હતી. જેથી સગીરાને સગાઈ તૂટી ગઇ હતી.
3/5

17 વર્ષિય સગીરા વર્ષ 2015ના એપ્રિલ મહિનામાં બનાસકાંઠાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. તે સમયે કૌટુંબિક પરિચિત યુવક સાથે સગીરાને મુલાકાત થઈ હતી. સગીરા અને યુવક વાતચીત પણ કરતા હતા. લગ્ન પ્રસંગના બીજા જ દિવસે યુવકે સગીરાને ઘરના ધાબા પર બોલાવીને શારીરિક અડપલાં કર્યાં હતાં. ત્યાર બાદ સગીરા ડરથી ભાંગીને નીચે ઉતરી ગઈ હતી.
4/5

યુવક સગીરાને મળવા બનાસકાંઠાથી અમદાવાદ આવી પહોંચ્યો હતો અને સગીરાને રિવરફ્રન્ટ પર મળવા બોલાવી હતી. જ્યાં તેની સાથે હાથોમાં હાથ નાખીને બેસીને તેની સાથે વાતો કરતો હતો. જોકે ત્યાર બાદ યુવક સગીરાને લલચાવીને હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.
5/5

અમદાવાદ: 2015માં અમદાવાદના રામોલ ગામમાં રહેતી સગીરાને મળવા યુવક બનાસકાંઠાથી આવી પહોંચ્યો હતો. યુવકે સગીરાને હોટલમાં લલચાવીને લઈ ગયો અને ત્યાં તેની સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાની પરિવારને જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી હતી ત્યાર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
Published at : 19 Aug 2018 02:50 PM (IST)
Tags :
Ahmedabad PoliceView More
Advertisement





















