Today's Horoscope: 8 એપ્રિલ મંગળવારનો દિવસ આ રાશિ માટે મંગલમય રહેશે, જાણો રાશિફળ
Today's Horoscope: આજે 8 એપ્રિલ મંગળવાર મેષથી મીન રાશિના લોકો માટે દિવસ કેવો નિવડશે. જાણો રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 8 એપ્રિલ મંગળવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે મંગળવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ
મેષ-
ચંદ્ર પાંચમા ભાવમાં હોવાથી મેષ રાશિના જાતકોને સંતાન તરફથી સુખ મળશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં સુધારો થશે. વ્યવસાયિક મીટિંગ્સને કારણે આજનો દિવસ વ્યસ્ત રહેશે. આર્થિક મદદ મળવાની સંભાવના છે.
વૃષભ-
ચંદ્ર ચોથા ભાવમાં હોવાને કારણે વૃષભ રાશિના લોકોની માતાના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. પરિવારમાં ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કાર્યસ્થળ પર દગો થવાની સંભાવના છે, સાવધાન રહો. નોકરીયાત લોકો બાકી પગારને કારણે તણાવમાં રહી શકે છે.
મિથુન-
ચંદ્ર ત્રીજા ભાવમાં હોવાને કારણે મિથુન રાશિની હિંમત અને પરાક્રમ વધશે. કાર્યસ્થળ પર લક્ષ્ય પ્રાપ્ત થશે અને હવાઈ મુસાફરીની સંભાવના છે. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. વિવાહિત જીવન ખુશહાલ રહેશે.
કર્ક -
ચંદ્ર બીજા ભાવમાં હોવાને કારણે કર્ક રાશિના લોકો માટે પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવી શકે છે. મહિલાઓને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. આળસ કેટલાક કાર્યોમાં અડચણ બની શકે છે. સામાજિક અને રાજકીય સ્તરે આત્મવિશ્વાસની પ્રશંસા થશે. વેપારમાં નવા સંપર્કો બનશે અને વૃદ્ધિ થશે.
સિંહ-
ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ વધશે. પ્રેમ અને વિવાહિત જીવનમાં પરસ્પર કાળજી રહેશે. તમારા સંચાલનને કારણે ભાગીદારીના ધંધામાં પરિવર્તન આવશે, કમૂરતા પછી નવા સાધનોની ખરીદી કરવી શુભ રહેશે. નોકરિયાત લોકો ધીરજ અને સહજતાથી કામ કરીને પ્રોફેશનલ ઓળખ બનાવી શકશે.
કન્યા
- બારમા ભાવમાં ચંદ્ર હોવાને કારણે કન્યા રાશિના લોકોનો બિનજરૂરી ખર્ચ વધી શકે છે. પરિવારમાં કોઈપણ મુદ્દાને લઈને તણાવ ટાળવા માટે, તમારી વાણી પર નિયંત્રણ રાખો. કાર્યસ્થળ પર નવા કામદારોને સંભાળવું પડકારજનક રહેશે.
તુલા
- અગિયારમા ભાવમાં ચંદ્ર હોવાને કારણે તુલા રાશિના જાતકો માટે ધનલાભમાં વધારો થવાની સંભાવના છે. વિવાહિત જીવનમાં તમારા જીવનસાથીનો સહયોગ તમારો આત્મવિશ્વાસ વધારશે. બદલાતા હવામાનથી સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે, સાવચેત રહો. કાર્યસ્થળ પર તમે તમારા કાર્યોને કુશળતાપૂર્વક પાર પાડશો.
વૃશ્ચિક
- દસમા ભાવમાં ચંદ્ર હોવાને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને નાણાંકીય લાભ થઈ શકે છે. તમને ઓફિસમાં અચાનક બદલાવની માહિતી મળી શકે છે, આ માટે માનસિક રીતે તૈયાર રહો.
ધન
નવમા ભાવમાં ચંદ્ર હોવાથી, ધનુ઼ રાશિની સામાજિક માન્યતામાં વધારો થશે, પરંતુ ગુસ્સા અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. વેપારમાં આવનારી તકોનો તમને ફાયદો થશે. તમારા મોટા ભાઈ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો, ભવિષ્યમાં તમને તેમનો સહયોગ મળી શકે છે. તમને તમારા પરિવાર તરફથી આર્થિક સહયોગ મળશે
કુંભ
આઠમા ભાવમાં ચંદ્ર હોવાને કારણે મકર રાશિના જાતકોને કોઈની સાથે અણબનાવ થઈ શકે છે. પ્રેમ અને વિવાહિત જીવનમાં ભાવનાઓની સમજનો અભાવ સંબંધોમાં તણાવ વધારી શકે છે. વ્યવસાયમાં પડકારોની સાથે ખર્ચ પણ વધશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી જોઈએ.
મકર
આઠમા ભાવમાં ચંદ્ર હોવાને કારણે મકર રાશિના જાતકોને કોઈની સાથે અણબનાવ થઈ શકે છે. પ્રેમ અને વિવાહિત જીવનમાં ભાવનાઓની સમજનો અભાવ સંબંધોમાં તણાવ વધારી શકે છે. વ્યવસાયમાં પડકારોની સાથે ખર્ચ પણ વધશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી જોઈએ.
મીન
સાતમા ભાવમાં ચંદ્ર હોવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. કાર્યસ્થળ પર છુપાયેલા દુશ્મનના ષડયંત્રની જાણ થયા પછી તમે સતર્ક રહેશો. નોકરીયાત લોકોને તેમના જ્ઞાન અને કૌશલ્યનો લાભ મળશે. પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે, ખાનપાનનું ધ્યાન રાખો. પ્રિયજનને મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે.




















