Astro For Business: આ ત્રણ ગ્રહનું બિઝનેસ સાથે છે ખાસ કનેકશન, વેપારમાં વૃદ્ધિ માટે આ કરો ઉપાય
Astro Tips Business: દરેક વ્યવસાયની પાછળ કોઇ એક ગ્રહ જરૂર હોય છે. જો આ ગ્રહ સારો હશે તો બિઝનેસમાં સફળતા મળશે અને કમજોર હશે તો બિઝનેસ બંધ થવાની કગાર પર આવી જાય છે.
Astro Tips Business: દરેક વ્યવસાયની પાછળ કોઇ એક ગ્રહ જરૂર હોય છે. જો આ ગ્રહ સારો હશે તો બિઝનેસમાં સફળતા મળશે અને કમજોર હશે તો બિઝનેસ બંધ થવાની કગાર પર આવી જાય છે.
નોકરી હોય કે વ્યાપાર બંનેમાં પ્રગતિ થવી જરૂરી છે. બંનેને સફળતા મુકામે પહોંચાડતાં વર્ષો વિતી જાય છે. શાસ્ત્ર અનુસાર ગ્રહની કરિયર પર મોટી અસર પડે છે. દરેક વ્યવસાયની પાછળ કોઇ એક ગ્રહ જરૂર હોય છે. જો આ ગ્રહ સારો હશે તો બિઝનેસમાં સફળતા મળશે અને કમજોર હશે તો બિઝનેસ બંધ થવાની કગાર પર આવી જાય છે. તો જાણીએ કે ગ્રહોની સ્થિતિને અનુકૂળ બનાવીને કેવી રીતે કારોબારમાં વૃદ્ધિ કરી શકાય.
જમીન સંબંધિત વ્યવસાય
જો કન્ટ્રક્ટશન, ઠેકેદારી, સંબંધિક કોઇ બિઝનેસ હોય તો તેનો સીધો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે. જો તે નબળો હોય તો વ્યવસાય ડૂબી જાય છે અથવા તો મંગળ નબળો પડતાં કર્જ વધી જાય છે.વ્યવસાયમાં સફળતા મેળવવા માટે કારોબારમાં વૃદ્ધિ માટે લાલરંગના હનુમાનજીથી તસવીર લગાવો તેમજ ચમેલીના તેલનો દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
કપડાનો વેપાર
- સામાન્ય રીતે આ કારોબાર પર શુક્રનો પ્રભાવ દુષ્પ્રભાવની અસર થાય છે. વેપારમાં પ્રગતિ માટે વ્યાપારીઓએ દરરોજ સવાર-સાંજ શુક્ર ગ્રહ "ઓમ શુક્રાય નમઃ" મંત્રનો જાપ કરવો જોઈએ.
- શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે, આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, તેમને ખીર અથવા સફેદ મીઠાઈઓ ચઢાવો.
- કપડાંના વેપારીઓ માટે સ્ફટિકની માળા પહેરવી શુભ માનવામાં આવે છે.
સૌદર્ય સંબંધિત બિઝનેસ
- જો તમે બ્યુટી પાર્લર અથવા બ્યુટી પ્રોડક્ટથી સંબંધિત કોઈ વ્યવસાય કરો છો, તો તે શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. જો કે ક્યારેક તેમાં ચંદ્રની ભૂમિકા પણ આવી જાય છે.
- આવા વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે, કાર્યસ્થળ પર દેવી લક્ષ્મીની સ્થાપના કરો.
- દરરોજ સવારે તેને ગુલાબનું અત્તર ચઢાવો અને 108 વાર 'ઓમ શ્રી શ્રીન્યાય નમઃ' મંત્રનો જાપ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.