શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!

Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!

(ગાંધીનગર PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ)
ગુજરાત પોલીસના સૌથી મહત્વના વિભાગ ગણાતા CID ક્રાઈમના અધિકારીઓ જ જ્યારે લાંચ લેતા ઝડપાય ત્યારે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવો સ્વાભાવિક છે..ગાંધીનગરના સરગાસણ ખાતે ACBએ છટકું ગોઠવી CID ક્રાઈમના સીઆઈ સેલના પીઆઈ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈને 30 લાખની મસમોટી લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા..આ ઘટનાના તાર વર્ષ 2024માં ગિફ્ટ સિટી ક્લબ પાસેથી પકડાયેલા કોલ સેન્ટર કૌભાંડના છેડા જોડાયેલા છે. તે સમયે CID ક્રાઈમે ગોવાના કેસિનોમાં દરોડા પાડી 23 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન અમદાવાદના એક વ્યક્તિનું નામ ખુલતા તેને આરોપી તરીકે ન દર્શાવવા માટે પીઆઈ પી.કે. પટેલે શરૂઆતમાં 2 કરોડની તોતિંગ માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ અંતે 30 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. અને લાંચિયા અધિકારી ઝડપાયા હતા...
-------------------
(ખેડા બે પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન 90 હજારની લાંચ)

ચાર વર્ષ અગાઉ લાંચ લેવાના આરોપમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાન વિરૂદ્ધ નોંધાયો ગુનો ખેડા જિલ્લામાં.. કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, રાજેશ બારૈયા અને જીઆરડી જવાન રાજેન્દ્રકુમાર ગઢવી વિરૂદ્ધ ACBએ ફરિયાદ નોંધી છે.. 17 એપ્રિલ 2021એ રીલાય પોલીસ ચેક પોસ્ટ પર આરોપીઓેએ ટ્રક ઉભી રાખીને અરજદાર પાસેથી ટ્રક અને માલસામાનના દસ્તાવેજોની માગ કરી .. જો કે અરજદાર પાસે કોઈ દસ્તાવેજ ન હોવાથી આરોપીઓે ટ્રક ડિટેઈન કરવાની ધમકી આપી . સાથે જ કેસ ન કરવો હોય તો પહેલા પાંચ લાખ અને વધુ રકઝક કરીને 90 હજારમાં ડિલ નક્કી કરી હતી.. આરોપીઓએ અરજદાર પાસેથી 80 હજાર આંગડીયા પેઢી અને 10 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.. જેનો વીડિયો અરજદારે મોબાઈલ કેમેરામાં કેદ કરીને એસીબીમાં ફરિયાદ કરી હતી.. દસ્તાવેજી, ટેક્નિકલ પૂરાવાના આધારે ACBએ રાજેશ બારૈયાની ધરપકડ કરી છે.. જ્યારે રણજીતસિંહ ઝાલા અને રાજેન્દ્રકુમાર ગઢવીની શોધખોળ હાથ ધરી..
--------------------------

(3 ડિસેમ્બર DGVCL સિનિયર ક્લાર્ક અને લેબર કોન્ટ્રાક્ટર 70 હજારની લાંચ)

3 ડિસેમ્બરે સુરત જિલ્લાના કામરેજ નજીક ACBએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર ક્લાર્ક અને એક લેબર કોન્ટ્રાક્ટરને ₹70,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા . કોમર્શિયલ વીજ કનેક્શનની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ છે  સંતોષ સોનવણે અને ભરત સાવલિયા..3 ડિસેમ્બર, 2025એ કામરેજ ટોલનાકા નજીક આવેલી સ્વાગત નર્સરીમાં લાંચની રકમ સ્વીકારવાનો સમય નક્કી થયો હતો. છટકા દરમિયાન, ક્લાર્ક સંતોષ સોનવણેએ પોતે લાંચ લેવાને બદલે તેના સાથીદાર અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયાને રકમ લેવા મોકલ્યો...જ્યાં એસીબીએ આરોપીને ઝડપી પાડ્યો
---------------------------------
(29 નવેમ્બર ધ્રાંગ્રધ્રા કોન્સ્ટેબલ લાંચ) 
29 નવેમ્બરે ACBએ ધાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ માંગીલાલ પઢીયારને ઝડપી પાડ્યો હતો...પોક્સો અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને મદદના બહાને ધ્રાંગ્રધ્રા કોન્સ્ટેબલે 30 હજારની લાંચ માગી હતી..જેની ફરિયાદ ACBને મળતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો... 

--------------------------
(ઓક્ટોબરમાં સુરતમાં વર્ગ-3નો કર્મચારી અઢી લાખની લાંચ ) 

બે મહિના પહેલા એટલે કે ઓક્ટોબરમાં સુરતના અડાજણ સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી મહેશકુમાર પરમારને ACBએ 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર આશરે 80,000 છે, તેણે જમીનના દસ્તાવેજ પર કોઈપણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં આ મોટી રકમની લાંચ માંગી હતી. ફરિયાદીએ અડાજણમાં ખેતીની જમીન ખરીદી હતી અને કાયદા મુજબ તમામ ફી ભરીને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. દસ્તાવેજોમાં કાયદેસરનો કોઈ વાંધો ન હોવા છતાં, સબ-રજિસ્ટ્રાર કચેરીના આ કર્મચારીએ ઓર્ડર પસાર કરવાના બદલામાં ફરિયાદી પાસે 3 લાખની લાંચની માંગણી કરી.
-----------------------------

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget