Bajaj Pulsar N160 Vs Hero Xtreme 160R: આ બંને બાઈકમાં કોણ સૌથી બેસ્ટ? જાણો કિંમત અને માઈલેજ
દેશમાં સ્પોર્ટ્સ બાઈકને ખુબ પસંદ કરવામાં આવે છે. માટે આ શ્રેણીની બાઈકની હંમેશા ડિમાંડ રહે છે. આ શ્રેણીમાં 160CCની રેંજમાં બે એવી મોટર સાઈકલના વિકલ્પ છે.
Bike Comparison: દેશમાં સ્પોર્ટ્સ બાઈકને ખુબ પસંદ કરવામાં આવે છે. માટે આ શ્રેણીની બાઈકની હંમેશા ડિમાંડ રહે છે. આ શ્રેણીમાં 160CCની રેંજમાં બે એવી મોટર સાઈકલના વિકલ્પ છે જે લોકોને ખુબ પસંદ પડી છે. તેમાં એક છે Bajaj Pulsar N160 અને બીજી છે Hero Xtreme 160R. તો ચાલો આજે આ બંને બાઈકોની ખાસીયતો વિશે જાણીયે.
કિંમતની સરખામણી
Bajaj Pulsar N160 દિલ્હીમાં 1.23 લાખની પ્રારંભીક એક્સ શો રૂમ કિંમતે ઉપલબ્ધ છે, જ્યારે તેનું ટોપ મોડલ 1.28 લાખ રૂપિયામાં મળે છે. જ્યારે Hero Xtreme 160Rની દિલ્હીમાં એક્સ કિંમત 1.19 લાખ રૂપિયા છે જ્યારે તેનું ટોપ મોડલ 1.30 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે.
એન્જીનની સરખામણી
Bajaj Pulsar N160માં એક 163CCનું સિંગલ સિલિંડર એન્જીન મળે છે. આએન્જીન 15.2 PSનો પાવર અને 14.65 ન્યૂટન મીટરનું મેક્સિમમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે, જેને 5 સ્પીડ ગીયરબોક્સ સાથે જોડવામાં આવી છે. Hero Xtreme 160Rમાં પણ એક 163ccનું સિંગલ સિલિંડર એન્જીન છે, જે 15.2 PSનો મેક્સિમમ પાવર અને 14 ન્યૂટન મીટરનો ટાર્ક પેદા કરે છે. તેમાં 5 સ્પીડ ટ્રાંસમિશન ગિયરબોક્સ ઉપલબ્ધ છે.
માઈલેજમાં કોણ બેસ્ટ?
બજાજના દાવા પ્રમાણે Bajaj Pulsar N160 બાઈક એક લીટર પેટ્રોલમાં 55 કિલોમીટર ચાલે છે. જ્યારે Hero Xtreme 160Rની માઈલેજ કંપની પ્રમાણે 55.47 કિલોમીટર પ્રતિ લીટરની આપે છે.
બ્રેકિંગ સિસ્ટમ સરખામણી
Bajaj Pulsar N160 માં ડ્યુઅલ ચેનલ એબીએસ સિસ્ટમ સાથે આગળ અને પાછળ એમ બંને વ્હિલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. તો Hero Xtreme 160Rમાં સિંગલ ચેનલ એંટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે ફ્રંટ અને રિયર પર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.
કોણ કોનાથી ચડિયાતુ?
આ બંને મોટરસાઈકલની તમામ ખાસીયતો લગભગ મળતી આવે છે. જોકે Bajaj Pulsar N160માં ડ્યુઅલ ચેનલ ABS મળે છે જે Hero Xtreme 160Rના સિંગલ ચેનલ ABSનીસરખામણીએ વધારે એડવાંસ છે.