Navgraha Mantra: 2025માં આ ચમત્કારિક મંત્રનો કરો જાપ, વર્ષભર રહેશે નવેય ગ્રહની કૃપા
Navgraha Mantra: જ્યોતિષ મુજબ નવગ્રહ વ્યક્તિના જીવનને અસર કરે છે. તે વ્યક્તિના જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરો ધરાવે છે.
Navgraha Mantra:જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવગ્રહ વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેના જન્મ સમય, જન્મ તારીખ અને જન્મ સ્થળના આધારે તેની કુંડળી તૈયાર કરવામાં આવે છે. કુંડળી બનાવીને જાણી શકાય છે કે કયા ગ્રહો વ્યક્તિ કે બાળકના જીવનમાં સકારાત્મક પરિણામ આપશે અને કયા ગ્રહોની નકારાત્મક અસર પડશે અને જીવનમાં મુશ્કેલીઓ આવશે. કોઈપણ ગ્રહની નકારાત્મક અસર હોય, તે ગ્રહને શાંત કરવા માટે પગલાં લેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં કુલ 9 ગ્રહો હોય છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. બધા નવગ્રહો સમયાંતરે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાતા રહે છે. નવગ્રહને શાંત કરવાના ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
નવગ્રહ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. આ નવગ્રહો વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. નવગ્રહ એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાતો રહે છે, જેની તમામ 12 રાશિઓ પર સારી અને ખરાબ અસર પડે છે. જો નવગ્રહનો કોઈ ગ્રહ કોઈપણ રાશિ પર ખોટા ભાવમાં સ્થિત હોય અને નકારાત્મક પરિણામ આપતો હોય તો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ ઉપાયો પ્રમાણે ઉપાય કરવાથી તે ગ્રહને શાંતિ મળે છે.
1 જાન્યુઆરી, 2025 બુધવાર છે અને બુધ ગ્રહ માટે બુધ ગાયત્રીનો 1008 વાર પાઠ કરવાથી બુધ ગ્રહ શાંત થાય છે અને જો બુધ ખોટા ઘરમાં હોય તો પણ તે આખા વર્ષ દરમિયાન સકારાત્મક પરિણામ આપે છે. 2 જાન્યુઆરીએ ગુરુ ગ્રહ, 3 જાન્યુઆરી શુક્ર, 4 જાન્યુઆરી શનિ, રાહુ અને કેતુ, 5 જાન્યુઆરી સૂર્ય, 6 જાન્યુઆરી ચંદ્ર અને 7 જાન્યુઆરી મંગળ ગાયત્રી મંત્રનો 1008 વાર પાઠ કરવાથી આખા વર્ષ દરમિયાન સકારાત્મક પરિણામ મળશે. ગ્રહના દિવસ પ્રમાણે ગમે ત્યારે ગ્રહ ગાયત્રીનો પાઠ કરવામાં આવે તો ગ્રહનું સકારાત્મક પરિણામ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.