Chhath Puja 2022 Mantras: છઠ્ઠ પૂજામાં સૂર્યને અર્ઘ્ય આપતા આ મંત્રોના કરો જાપ, મનોકામના થશે પૂર્ણ
છઠ્ઠ પૂજામાં, મહિલાઓ તેમના બાળકોના સ્વાસ્થ્ય, સફળતા અને દીર્ધાયુષ્ય માટે સંપૂર્ણ 36 કલાકના નિર્જળા ના ઉપવાસ કરે છે. આ પર્વની શરૂઆત નાહી ખાઇ એટલે સ્નાન અને ભોજન કરીને છઠ પૂજાથી થાય છે.
Chhath puja 2022:છઠ પૂજામાં, મહિલાઓ તેમના બાળકોના સ્વાસ્થ્ય, સફળતા અને દીર્ધાયુષ્ય માટે સંપૂર્ણ 36 કલાકના નિર્જળા ના ઉપવાસ કરે છે. આ પર્વની શરૂઆત નાહી ખાઇ એટલે સ્નાન અને ભોજન કરીને છઠ પૂજાથી થાય છે.
ચાર દિવસ ચાલતા આ પર્વની શરૂઆત નાહી-ખાઇથી થાય છે. જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો છઠ્ઠ મૈયા અને ભાસ્કર દેવ દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રતની શરૂઆત શુક્લ ચતુર્થી ન્હાય ખાઇથી થાય છે. ચતુર્થી ન્હાઇ ખાઇ બાદ પંચમીએ ખરના અને ષષ્ટીએ છટ્ઠ પૂજા કરવામાં આવે છે. આ પૂજા સંતાન પ્રાપ્તિ, સંતાનના દિર્ઘાયુ અને તેના સુખમય જીવન માટે કરવામાં આવે છે. માન્યતા છે કે કેટલાક સૂર્યના સિદ્ધ મંત્રો છે. જેના જાપ સાથે જો સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે તો અવશ્ય મનોકામના પૂર્ણ થાય છે.
છઠના ત્રીજા દિવસે એટલે કે ષષ્ઠીની સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. જેને સંધ્યા અર્ઘ્ય કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સમયે સૂર્ય ભગવાન તેમની પત્ની પ્રત્યુષા સાથે રહે છે, તેથી વ્રતધારક પ્રત્યુષાને અર્ઘ્ય ચઢાવવાનો લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે સાંજે સૂર્યની પૂજા કરવાથી સમૃદ્ધિ આવે છે અને વ્રત કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે.
છઠ પર ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું મહત્વ
સપ્તમીના દિવસે સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનું સમાપન કરવામાં આવે છે. તેને પારણા કહે છે. છેલ્લા દિવસે વરુણવેલા ખાતે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે, તે સૂર્યની પત્ની ઉષાને અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સૂર્ય સમગ્ર બ્રહ્માંડને ઊર્જા પ્રદાન કરે છે. સૂર્યને જળ ચઢાવવાના ઘણા ફાયદા છે. એવું માનવામાં આવે છે કે સૂર્યને અર્ઘ્ય ચઢાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે સવારે સૂર્યની ઉપાસના કરવાથી સ્વાસ્થ્ય બને છે અને રોગો દૂર થાય છે.
છઠ્ઠ પૂજા મંત્ર
ઓમ મિત્રાય નમ:, ઓમ રવયે નમ:, ઓમ સૂર્યાય નમ:, ઓમ ભાનવે નમ:,ઓમ ધૃણિ સૂર્યાય નમ: ઓમ પૂષ્ણે નમ:ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મારીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ શ્રી સાવિત્રી સૂર્યનારાયણાય નમઃ
સૂર્ય પૂજા મંત્ર
આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદમમ્ ભાસ્કર
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે
અર્ધ્ય મંત્ર
ઓમ એહિ સૂર્યદેવ સહસ્ત્રાંશો તેજો રાશિ જગત્પત્યે
અનુકંપા મા ભકત્યા ગૃહણાર્ઘ્ય દિવાકર
ઓમ સૂર્યાય નમ: ઓમ ભાસ્કરાય નમ: ઓમ આદિત્યાય નમ: અર્ધ્ય સમર્પયામિ
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.