શોધખોળ કરો
Advertisement
Puja Path: મંદિરમાં પ્રસાદ તરીકે મળેલા ફૂલ કે હારને આ રીતે રાખો, નહીંતર બનશો પાપના ભાગીદાર
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મંદિરમાં જાય છે, ત્યારે કેટલીકવાર મંદિરના પૂજારી વ્યક્તિ પાસેથી ફૂલ અથવા ફૂલોનો હાર લઈને તે વ્યક્તિને આપે છે. મંદિરમાંથી મળેલા આ ફૂલ કે હારને વ્યક્તિ તેના ઘરે લઇને આવે છે પરંતુ થોડા દિવસ બાદ હાર કે ફૂલ સુકાઈ જાય ત્યારે તેનું શું કરવું તેને લઈ ઘણી વખત મુંજાતા હોય છે.
Importance of Flower Garland of Temple: જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મંદિરમાં જાય છે, ત્યારે કેટલીકવાર મંદિરના પૂજારી વ્યક્તિ પાસેથી ફૂલ અથવા ફૂલોનો હાર લઈને તે વ્યક્તિને આપે છે. મંદિરમાંથી મળેલા આ ફૂલ કે હારને વ્યક્તિ તેના ઘરે લઇને આવે છે પરંતુ થોડા દિવસ બાદ હાર કે ફૂલ સુકાઈ જાય ત્યારે તેનું શું કરવું તેને લઈ ઘણી વખત મુંજાતા હોય છે.
એવું માનવામાં આવે છેક મંદિરમાં મળેલા આ ફૂલ કે હારના ખોટા ઉપયોગથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. મંદિરથી મળેલા ફૂલ કે ઘરને લાવ્યા બાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે કપડામાં બાંધીને ઘરની તિજારીમાં મુકી દેવા જોઈએ. આમ કરવાથી ફૂલ કે હારની પોઝિટિવ એનર્જી ઘરમાં રહે છે.
ક્યારેક એવું બને છે કે અન્ય રાજ્યમાં કે શહેરમાં મંદિર કે તીર્થ સ્થાન પર ગયા હોઇએ ત્યારે મંદિરના પુજારી ભગવાનને ચઢાવામા આવેલી માળા કે ફૂલ ઉઠાવીને આપણને આપે છે. મંદિરના પૂજારી દ્વારા આપવામાં આવેલી આ માળા કે ફૂલને લઈ આપણે પરેશાન થઈ જઈએ છીએ. કારણકે ઘરે પહોંચવા સુધીમાં આ ખરાબ થઈ જાય છે. આ સ્થિતિમાં મંદિરમાંથી મળેલા ફૂલને હથેળી પર રાખીને સૂંઘી લેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ફૂલની પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં આવે છે. જે બાદ ફૂલ કે હાર ન સંભાળી શકીએ તેમ હો તો વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement