આ સાત રાશિના લોકોને 2022માં મળશે તેમનો સાચો પ્રેમ, જાણો વિગતવાર
શું 2022ના નવા વર્ષમાં તમારી લવ લાઈફ શાનદાર રહેશે ? અમે જ્યોતિષી, વાસ્તુ અને તેમના સંબંધ વિશેષજ્ઞ ડૉ આરતી દહિયાને 7 રાશિઓ વિશે શેર કરવા કહ્યું જે 2022માં રોમાન્સ કરવામાં ભાગ્યશાળી રહેશે.
આપણે નવા વર્ષ 2022 ની નજીક પહોંચી રહ્યા છીએ. આપણી સામે એક નવું વર્ષ છે, આપણી પાસે કરવા માટે ઘણુ બધુ છે અને આગળ વધવા માટે ઘણુ બધુ છે. વિચારી રહ્યા છો કે શું 2022ના નવા વર્ષમાં તમારી લવ લાઈફ શાનદાર રહેશે ? અમે જ્યોતિષી, વાસ્તુ અને તેમના સંબંધ વિશેષજ્ઞ ડૉ આરતી દહિયાને 7 રાશિઓ વિશે શેર કરવા કહ્યું જે 2022માં રોમાન્સ કરવામાં ભાગ્યશાળી રહેશે.
વૃષભ
જે લોકોના લગ્ન નથી થયા તેઓ કોઈ ખાસ વ્યક્તિને મળશે અને નવો સમર્પિત અને વિશ્વાસુ સંબંધ શરૂ કરવાની સંભાવના ધરાવે છે. તેઓ તેમના જીવનસાથી સાથે ગહન રીતે સંકળાયેલા રહેશે અને તેમની સાથે જીવનભરની ક્ષણો શેર કરશે. તેઓ તેમના સંબંધોને કાચબાની ગતિની જેમ ધીમી ગતિએ લઈ જશે પરંતુ તે બંને વચ્ચેનું ભાવનાત્મક બંધન પ્રશંસનીય હશે.
કર્ક
ડૉ. આરતી દહિયા મુજબ જેની રાશિ કર્ક છે તેમનો પ્રેમ 2022 માં તેમના જીવનસાથીને મળવાનો છે. ચંદ્રમાં દ્વારા શાસિત સંવેદનશીલ જળ રાશિ વર્ષની શરૂઆતમાં ભાવનાત્મક કરતાં વધુ જુસ્સાદાર હશે. આ સમયગાળા દરમિયાન તેઓને ક્રશ અને બ્લશ થઈ શકે છે. પરંતુ વાસ્તવિક સંબંધ વર્ષના પ્રથમ ક્વાર્ટર બાદ તેમના જીવનમાં પ્રવેશ કરશે, જ્યારે તેમના ધર્મ અને ધર્મના નવમા ભાવના સ્વામી તેમના પ્રેમના પાંચમા ઘર પર દ્રષ્ટી પાડશે. તેમનું વ્યક્તિત્વ સાથે તેમની વચ્ચે આત્મિયતાનો સંબંધ હશે અને તેમનું મન સુખ અને સંતોષથી ભરાઈ જશે.
કન્યા
આ રાશિના લોકો પ્રેમમાં ભાગ્યશાળી રાશિઓમાનાં એક હોવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જે લોકોના લગ્ન નથી થયા તેમને પોતાના જીવનમાં પ્રેમ પોતાના જૂના મિત્રોમાં મળી શકે છે અથવા તો કોઈ પરિવારના માધ્યમથી મળી શકે છે. તેમને પ્રથમ નજરમાં જ પ્રેમ થવાની સંભાવનાઓ છે. તેમના ક્રશ સાથે સંપર્ક કરવાનો યોગ્ય સમય એપ્રિલ 2022 બાદ છે કારણ કે એસોસિએશનના સપ્તમ ભાવનો સ્વામી આ સમય દરમિયાન દીર્ધકાલિક મિત્રતાના ઘને જોશે. સપ્તમ અને અગિયારમાં ભાવનો આ સંબંધ તેમને દીર્ધકાલિક અને સ્થિર સંબંધના આર્શિવાદ આપશે. તેમની વચ્ચે વધુ સંવાદ નહી થાય પરંતુ વર્ષના અંત સુધીમાં તેમની ભાવનાઓ વધશે.
વૃશ્ચિક
વૃશ્વિક રાશિના લોકોનુ જળ ચિન્હ ભાવનાત્મક રુપથી હંમેશા સંવેદનશીલ હોય છે. તેઓ તેમના પાર્ટનરની માલિકી ધરાવે છે અને તેમના સંબંધમાં માંગ કરી રહ્યા છે. જ્યારે પ્રેમ સંબંધની વાત હોય ત્યારે આ તેમને થોડી અઘરી વ્યક્તિ બનાવે છે. એપ્રિલ 2022 ના મધ્યભાગથી તેમને તેમના પ્રેમ ગૃહમાં બ્રૃહસ્પતિના આશીર્વાદ મળશે. આ તેમના જીવનમાં સ્થિર સંબંધો લાવશે. આ ઉપરાંત તેમના લગ્ન પર ગુરુની દ્રષ્ટી તેમના સંબંધોને આગળ લઈ જવામાં અને પરિપક્વતા અને તાકાત આપશે. જે લોકો બંધનમાં છે તેઓ પોતાના સંબંધોને લઈ ગંભીર થશે અને પોતાના પ્રિય પાત્રને પરિવાર સાથે મુલાકાત કરાવશે.
ધન
પ્રેમ રાશિફળ અનુસાર, આ રાશિના લોકો માટે 2022નું વર્ષ સફળ રહેશે. તેમના પાંચમાં ભાવનો સ્વામી વર્ષની શરુઆતમાં ઉદય રાશિમાં હશે. જે લોકો રિલેશનશિપમાં છે તેઓ આ દરમિયાન પોતાના પાર્ટનર પ્રત્યે વધારે ભાવુક રહેશે. આ દરમિયાન તેમની લવ લાઈફમાં સગાઈ પણ થઈ શકે છે. જે લોકો સિંગલ છે તેઓને વર્ષ 2022ની શરૂઆતમાં આકર્ષણ થશે જે તેમને વિજાતીય લોકોમાં આકર્ષક અને લોકપ્રિય બનાવશે.
મીન
જે લોકો રિલેશનમાં હતા, તેમના સંબંધોમાં પહેલા એક નવું આર્કષણ જોવા મળશે. તેઓ તેમના સંબંધોમાં એક નવી જ ખુશી અનુભવશે. આ સમયગાળા દરમિયાન તેમના સંબંધો વધુ મજબૂત થશે અને તેઓ તેમના સંબંધોમાં અડગ વિશ્વાસ નિર્માણ કરશે.
મકર
જે લોકો પહેલાથી જ રિલેશનશિપમાં છે તેઓ જૂના 2022ના મહીનામાં પોતાના પાર્ટનર સાથે ખૂબ જ સારુ બોન્ડિંગ બનાવશે. તેમના સંબંધોમાં આત્મીયતા અને જુસ્સો ઓગસ્ટ મહિનામાં ટોચ પર હશે કારણ કે આ સમયગાળા દરમિયાન મંગળ તેમના પ્રેમ ગૃહમાંથી ગોચર કરશે. વર્ષ 2022ના અંત સુધીમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરી શકે છે. જૂલાઈ મહીનામાં તેમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સપ્ટેમ્બર મહિના સુધીમાં બધુ જ વ્યવસ્થિત થઈ જશે.




















