શોધખોળ કરો

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

digital arrest scam ahmedabad: ઠગબાજો દ્વારા વૃદ્ધને કહેવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં રહેલા નાણાં વેરિફિકેશન માટે RBI અને ED ને મોકલવા પડશે, જે તપાસ પૂરી થયા બાદ પરત મળશે.

digital arrest scam ahmedabad: અમદાવાદમાં સાઈબર ક્રાઈમ (Cyber Crime) નો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ગઠિયાઓએ 82 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ પોતાને ઉચ્ચ અધિકારીઓ ગણાવી, વૃદ્ધને સેલિબ્રિટીને અશ્લીલ વીડિયો મોકલ્યાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સતત 20 દિવસ સુધી 'ડિજિટલ અરેસ્ટ' રાખીને તેમની પાસેથી 7.12 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ હાઈ પ્રોફાઈલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 12 આરોપીઓની ધરપકડ કરી છે.

પોર્ન વીડિયો અને મની લોન્ડરિંગના નામે ભયનો ખેલ

આ ઘટનાની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ થઈ હતી. ફરિયાદી પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામેવાળી વ્યક્તિએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારી તરીકે ઓળખ આપી. ઠગે દાવો કર્યો કે પ્રોફેસરના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈથી સેલિબ્રિટીઝને પોર્નોગ્રાફી વીડિયો મોકલવામાં આવ્યા છે અને તેમની સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાંભળીને વૃદ્ધ ગભરાઈ ગયા હતા.

ત્યારબાદ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના લોગોવાળા નંબર પરથી વીડિયો કોલ આવ્યો. જેમાં નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હોવાનો અને કેનેરા બેંકના ખાતા દ્વારા 2 કરોડના ગેરકાયદેસર વ્યવહારો થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો.

નકલી કોર્ટ અને ડિજિટલ અરેસ્ટનો આતંક

આરોપીઓએ વૃદ્ધને ડરાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી. વોટ્સએપ પર નકલી FIR, CBI, RBI, ED અને ઈન્ટરપોલના લોગોવાળા લેટર્સ મોકલ્યા હતા. એટલું જ નહીં, ઓનલાઈન નકલી કોર્ટ ઉભી કરવામાં આવી હતી, જેમાં જજના વેશમાં એક વ્યક્તિએ સુનાવણીનું નાટક કર્યું હતું. પીડિતને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો તેમની ધરપકડ કરી કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવશે. તપાસના બહાને તેમને સતત વિડીયો કોલ દ્વારા નજરકેદ (ડિજિટલ અરેસ્ટ) રાખવામાં આવ્યા હતા.

RBI માં વેરીફીકેશનના નામે 7.12 કરોડ ટ્રાન્સફર કરાવ્યા

ઠગબાજોએ વૃદ્ધની તમામ આર્થિક વિગતો મેળવી લીધી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં રહેલા નાણાં વેરિફિકેશન માટે RBI અને ED ને મોકલવા પડશે, જે તપાસ પૂરી થયા બાદ પરત મળશે. ડરના માર્યા વૃદ્ધે 16 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર વચ્ચે RTGS અને ચેક દ્વારા પોતાના HDFC અને SBI ખાતામાંથી કુલ 7.12 કરોડ (7.12 Crore) રૂપિયા આરોપીઓ દ્વારા અપાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે પૈસા પાછા ન મળ્યા ત્યારે તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

12 આરોપીઓ ઝડપાયા: રિક્ષાચાલકથી લઈને ગ્રેજ્યુએટ સુધી

અમદાવાદ સાયબર ક્રાઈમે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ અને સુરતથી કુલ 12 આરોપીઓ (12 Accused) ની ધરપકડ કરી છે.

ચોંકાવનારી વાત: પકડાયેલા 12 માંથી 10 આરોપીઓએ સ્કૂલનું શિક્ષણ પણ પૂરું કર્યું નથી, જ્યારે માત્ર 2 આરોપી ગ્રેજ્યુએટ છે.

આરોપીઓમાં રિક્ષાચાલકો, લેબર કોન્ટ્રાક્ટરો અને નાના વેપારીઓનો સમાવેશ થાય છે, જેમણે કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા.

કંબોડિયા કનેક્શન અને ક્રિપ્ટો કરન્સી

પોલીસ તપાસમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગેંગના તાર કંબોડિયા અને ચીની સાયબર માફિયાઓ સાથે જોડાયેલા છે. ભોગ બનનારના પૈસા જે એકાઉન્ટમાં આવ્યા હતા, ત્યાંથી તેને તરત જ USDT (ક્રિપ્ટો કરન્સી) માં કન્વર્ટ કરીને ટેલિગ્રામ ચેનલો મારફતે વિદેશી હેન્ડલર્સને મોકલી દેવામાં આવતા હતા. પોલીસને આવા 238 જેટલા 'મ્યુલ' બેંક એકાઉન્ટનું નેટવર્ક મળી આવ્યું છે.

સુરતના સોનીની સતર્કતાથી એક પ્લાન નિષ્ફળ

સુરતના આરોપી રાહુલ અને અનિકેતે ફ્રોડના પૈસા એક સોનીના ખાતામાં નાખીને સોનું ખરીદવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સોનીના ખાતામાં અજાણ્યા એકાઉન્ટમાંથી પૈસા આવતા સોનીને શંકા ગઈ હતી. તેમણે સોનું આપવાની ના પાડી દીધી અને જે ખાતામાંથી પૈસા આવ્યા હતા, તે જ ખાતામાં પરત મોકલી દીધા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ: દશરથભાઇ નાયક, બ્રિજેશ શાહ, હિતેન્દ્ર સોલંકી, વિજયકુમાર કોરી, નયન પટેલ, જલદીપ ડાખરા, રોહન પટેલ, સુનીલ ધામેચા, જનકકુમાર ગઢાદરા, રાહુલ મોરડીયા, અનિલ મોરડીયા અને અનિકેત ઢોલા.

ટોપ સ્ટોરી

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Embed widget