શોધખોળ કરો

Dhanteras 2024: ધનતેરસ પર વાહનની ખરીદી કરવાનો પ્લાન છે તો પહેલા આ શુભ મુહૂર્ત કરી લો નોટ

Dhanteras 2024: ધનતેરસ પર વાહન, આભૂષણો, સંપત્તિ ખરીદવી શુભ છે. જો તમે પણ ધનતેરસ (Dhanteras shopping) પર વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો ધનતેરસ પર વાહન ખરીદવાના શુભ મુહૂર્ત

Dhanteras 2024: કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ધનત્રયોદશી એટલે કે ધનતેરસ તરીકે મનાવવામાં  આવે છે. દિવાળીનો 5 દિવસનો તહેવાર આ દિવસથી શરૂ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી હાથમાં સોનાના વાસણ સાથે સમુદ્રમાંથી પ્રગટ થયા હતા, તેથી આ દિવસે સંપત્તિ વધારવા માટે સોનું, ચાંદી, વાસણો, વાહન, મકાન, જમીન વગેરે ખરીદવાની પરંપરા છે.આ ખરીદીને શુભ મનાય છે.

 મોટાભાગના લોકો ધનતેરસના દિવસે કાર ખરીદે છે, એવું માનવામાં આવે છે કે જો તમે ધનતેરસના દિવસે કોઈ વસ્તુ ખરીદીને ઘરે લાવો છો તો તે 13 ગણી વધી જાય છે. એવું કહેવાય છે કે ધનતેરસ પર ખરીદેલું વાહન સુખ અને સફળતા પ્રદાન કરે છે. ધનતેરસ 2024 પર વાહન ખરીદવાનો શુભ સમય જાણો.

ધનતેરસ વાહન ખરીદીનું શુભ મુહૂર્ત (Dhanteras 2024  Vehicle purchasing muhurat)

ધનતેરસ પર ખરીદી માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે, તેથી ખરીદી માટેનો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 10.31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ બપોરે 01.15 વાગ્યા સુધીનો છે. જે લોકો ધનતેરસ પર ચોઘડિયાના દર્શન કરીને કાર ખરીદે છે તેમના માટે આ છે શુભ મુહૂર્ત

ચલ (સામાન્ય) - 09.18 am - 10.41 am

લાભ (પ્રગતિ) – સવારે 10.41 થી બપોરે 12.05 વાગ્યા સુધી

અમૃત (શ્રેષ્ઠ) – બપોરે 12.05 થી 01.28 વાગ્યા સુધી

લાભ (પ્રગતિ) - 7.15 pm - 08.51 pm

ધનતેરસના દિવસે ખરીદેલી કારની પૂજા કરવી જોઈએ અને ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. પૂજારી અથવા ઘરની મહિલાના હસ્તે પૂજન કરાવવું જોઇએ.

ધનતેરસ પર તમે જે વાહન ખરીદો છો તેના પર નાડાછડી, અને પીળું કપડું ચઢાવો. બાદમાં આ બ્રાહ્મણને દાન કરો. પીળો રંગ ગુરુ સાથે સંબંધિત છે. તેનાથી સૌભાગ્ય વધે છે.

કાર ખરીદ્યા પછી તેના પર સ્વસ્તિક ચિન્હ અવશ્ય લગાવો. નારિયેળને પૈડા નીચે રાખી ફોડો બાદ આ કારમાં કોઇ દેવસ્થાને જાવ અને પછી જ તેનો ઉપયોગ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 

Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 

Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: સામી દિવાળીએ ખેતીમાં દેવાળુંHun To Bolish: હું તો બોલીશ: નવો ફર્જીવાડોDigital Arrest LIVE VIDEO: ડિજિટલ અરેસ્ટના ખેલનો લાઈવ વીડિયો આવ્યો સામે, વડોદરાની મહિલાને 4 કલાક સુધી ટોર્ચર કર્યુંBotad Murder Case: પાટીદાર અગ્રણી ધરમશી પટેલની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: MNSએ 45 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, રાજ ઠાકરેના પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડશે 

મુંબઈમાં લાલટેન ઉડાવવા અને વહેંચવા પર પ્રતિબંધ, દિવાળી પહેલા પોલીસનો નિર્ણય 

Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ

Drashti dhami: દ્રષ્ટિ ધામીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દિકરીને જન્મ 

Embed widget