(Source: ECI/ABP News/ABP Majha)
Vastu:બેડરૂમમાં આ વસ્તુઓને ક્યારેય ન રાખો, પતિ-પત્નીના સંબંધોમાં વધશે તણાવ, સર્જાશે વિવાદ
કેટલીક વખત દાંપત્ય જીવન ચાલતા વિવાદનું કારણ સંબંધમાં સમજદારીનો અભાવ હોય છે તો કેટલીક વખત તેના માટે નકારાત્મક ઊર્જા પણ જવાબદાર હોય છે. ઘરમાં નકારાત્મક ઊર્જા માટે કેટલીક કઇ વસ્તુ જવાબદાર છે .
વાસ્તુ: વાસ્તુ કહે છે કે જો આપના વૈવાહિક સંબંધોમાં મતભેદ વધી રહ્યાં હોય સતત વિવાદ અને ઝઘડા થતાં હોય તો તેના માટે આપના બેડરૂમનું વાસ્તુ પણ જવાબદાર હોઇ શકે છે. વૈવાહિક જીવનમાં ઝઘડા પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમજદારીના અભાવના કારણે થાય છે પરંતુ કેટલીક વખત તેના માટે વાસ્તુ પણ જવાબદાર હોય છે. ઊર્જા બે પ્રકારની હોય છે,. નકારાત્મક અને સકારાત્મક. કેટલીક વસ્તુઓને ગલત દિશામાં મૂકવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેવી જ રીતે કેટલીક વસ્તુને ગલત સાાથે મૂકવાથી પણ નેગેટિવ ઉર્જા આવે છે. તો જાણીએ બેડરૂમમં કઇ વસ્તુ મૂકવાથી નેગેટિવ ઊર્જાનો સંચાર થાય છે. ગલત સ્થાને ગલત વસ્તુ નકારાત્મકતા સર્જે છે.
બેડ રૂમમાં ન રાખો મંદિર
જો બેડરૂમમાં પૂજાઘર, ધાર્મિક પુસ્તકો, દેવી દેવતાની તસવીરો હોય તો તેને તરત જ હટાવી દો. બેડરૂમાં પૂજાની સ્થાનને શુભ નથી મનાતું. આ બધી જ વસ્તુઓ ગુરૂ ગ્રહ સંબંધિત છે અને વૈવાહિક જીવન શુક્રને આભારી હોય છે. આ બંને એકબીજાના શત્રુ છે. આ કારણે ધાર્મિક વસ્તુઓ બેડરૂમમાં ન રાખવી જોઇએ.
બ્લેક કલરની બેડશીટ ન રાખો
કાળો કલર નેગેટિવિટીનું પ્રતીક છે. બેડ પર બેડશીટ કે પીલો કવર ક્યારેય કાળા કલરના પસંદ ન કરો. કાળા રંગનો પ્રભાવ પતિ-પત્નીના સંબંધ પર પડે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમભાવ વધારવા માટે રંગ બેરંગી બેડશીટ પસંદ કરો.
પાણીની તસવીર ન લગાવો
ઘરને સજાવવા માટે આપણે અનેક વસ્તનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો બેડ રૂમમાં પાણીની તસવીર લગાવે છે. વહેતું ઝરણું, જળધોધ., સમુદ્ર કોઇ પણ સ્વરૂપે જળ પ્રતિબિંબિત થયું હોય તેવી તસવીરને બેડરૂમમાં ક્યારેય ન લગાવો. ઉપરાંત માયૂસી અને આક્રમકતા દર્શાવતી તસવીરો પણ બેડરૂમ કે ઘરના કોઇ પણ સ્થાને ન લગાવી જોઇએ. તેનાથી નેગેટિવ ઊર્જાનો સંચાર થાય છે.
ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણો
જો આપના બેડરૂમમાં ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પડ્યાં હોય તો તેને તરત જ દૂર કરવો, બંઘ પડેલા અને ખરાબ થયેલા વીજળીના ઉપકરણ નેગેટિવ ઊર્જાનો સંચાર કરે છે. તેના કારણે દાંપત્યજીવનમાં અનેક સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે.
તૂટેલા કાચને દૂર કરો
જો બેડરૂમમાં તૂટેલા કાચની કોઇ વસ્તુઓ હોય તો તેને તાત્કાલિક દૂર કરો., તૂટેલા કાચ પણ નેગેટિવ ઊર્જા ઉત્પન કરે છે. તેનાથી પતિ પત્નીના સંબંધોમાો તણાવ સર્જાય છે. બેડરૂમમાં બેડની સામે ક્યારેય દર્પણ ન રાાખો. જો હોય તો તેના પર રાત્રે કપડું ઢાંકી દો. તેના કારણે પણ પતિ પત્નીમાં મતભેદ સર્જાય છે.