પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ જિલ્લા પરિષદની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ 346 ઝોનમાંથી 218 બેઠકો જીતી છે.

પંજાબ જિલ્લા પરિષદની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ 346 ઝોનમાંથી 218 બેઠકો જીતી છે. કોંગ્રેસે 62, શિરોમણી અકાલી દળને 46, ભાજપને 7, બસપાને 3 અને અપક્ષ ઉમેદવારોએ 10 બેઠકો જીતી છે. આમાંથી આમ આદમી પાર્ટીએ 22 ઝોનમાં પહેલાથી જ બિનહરીફ જીત મેળવી હતી.
અમૃતસર - કુલ ઝોન 24
આપ - 19
કોંગ્રેસ - 1
અકાલી દળ - 4
ભાજપ - 0
ભટિંડા - કુલ ઝોન 17
આપ - 4
કોંગ્રેસ - 0
અકાલી દળ - 13
ભાજપ - 0
ફતેહગઢ સાહિબ - કુલ ઝોન 10
આપ - 8
કોંગ્રેસ - 1
અપક્ષ- 1
ફરીદકોટ - કુલ ઝોન 10
આપ- 4
કોંગ્રેસ - 1
અકાલી દળ - 5
ભાજપ - 0
ફિરોઝપુર, કુલ ઝોન - 14
આપ- 4
કોંગ્રેસ - 6
અકાલી દળ - 2
અપક્ષ - 2
ફાઝિલ્કા, કુલ ઝોન - 16
આપ- 12
કોંગ્રેસ - 1
અકાલી દળ - 0
ભાજપ - 3
ગુરદાસપુર, કુલ ઝોન - 25
આપ- 17
કોંગ્રેસ - 8
હોશિયારપુર, કુલ ઝોન - 25
આપ- 22
કોંગ્રેસ - 3
જાલંધર, કુલ ઝોન - 21
આપ- 10
કોંગ્રેસ - 7
અકાલી દળ - 1
ભાજપ - 0
બસપા - 3
કપૂરથલા, કુલ ઝોન - 10
આપ- 4
કોંગ્રેસ - 3
અકાલી દળ - 1
સ્વતંત્ર - 2
લુધિયાણા, કુલ ઝોન - 25
આપ- 11
કોંગ્રેસ - 8
અકાલી દળ - 3
બસપા - 3
માનસા, કુલ ઝોન - 11
આપ- 7
અકાલી દળ - 4
માલેરકોટલા, કુલ ઝોન - 10
આપ- 7
કોંગ્રેસ- 2
અપક્ષ- 1
મોગા, કુલ ઝોન - 15
આપ- 11
કોંગ્રેસ- 1
અકાલી દળ- 3
શ્રી મુક્તસર સાહિબ, કુલ ઝોન - 13
આપ- 5
કોંગ્રેસ- 1
અકાલી દળ- 7
એસબીએસ નગર, કુલ ઝોન - 10
આપ- 4
કોંગ્રેસ- 6
પટિયાલા, કુલ ઝોન - 23
આપ - 19
કોંગ્રેસ - 2
અકાલી દળ - 2
પઠાણકોટ, કુલ ઝોન - 10
આપ - 5
કોંગ્રેસ - 1
ભાજપ - 4
રૂપનગર, કુલ ઝોન - 10
આપ - 5
કોંગ્રેસ - 5
સંગરુર, કુલ ઝોન - 18
આપ - 15
કોંગ્રેસ - 2
સ્વતંત્ર - 1
તરન તારન, કુલ ઝોન - 20
આપ - 17
કોંગ્રેસ - 1
અકાલી દળ - 1
અન્ય - 1
અરવિંદ કેજરીવાલે પાર્ટીની જીત વિશે શું કહ્યું ?
AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં તેમની પાર્ટીના મજબૂત પ્રદર્શન દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોના લોકોએ ભગવંત માનની આગેવાની હેઠળની સરકારના કાર્યો પર મોહર લગાવી છે.
કેજરીવાલે કહ્યું, "આમ આદમી પાર્ટીએ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં લગભગ 70 ટકા બેઠકો જીતી છે." તેમણે ઉમેર્યું, "આ એક મોટી વાત છે. આ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોના લોકોએ ભગવંત માનના નેતૃત્વ હેઠળ AAP સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પર પોતાની મોહર લગાવી છે."
આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ પક્ષના ચિન્હો પર પંજાબ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી લડી હતી.





















