Mahashivratri 2021: મહાશિવરાત્રિના પર્વે આટલી સાવધાની સાથે આ મંત્રોના કરો જપ, મનોકામના અવશ્ય થશે પૂર્ણ
મહાશિવરાત્રિમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં આવતી પરેશાનીને દૂર કરે છે. તો આ શિવરાત્રિમાં કેવી રીતે મહાદેવને રીઝવશો જાણી લો..
મહાશિવ રાત્રિનું પર્વ મહાદેવને સમર્પિત છે. મહાશિવરાત્રિમાં શિવ સાથે પૂરા શિવ પરિવારની પૂજા અર્ચનાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રિના દિવસે મહાદેવ, પાર્વતીનું મિલન થયું હતું. મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચનથી ગ્રહ દોશની સાથે જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે.
મહાશિવરાત્રિ પર આ ગ્રહોને કરો શાંત
મહાશિવરાત્રિમાં શિવ પૂજાથી મંગળ,શનિ, રાહુ, ચંદ્રમાની વિેશેષ શાંતિ થાય છે. આ સાથે અન્ય ગ્રહોના દોષો પણ દૂર થાય છે.
શનિની સાડાસાતીમાં પૂજાનું વિધાન
મિથુન રાશિ અને તુલા રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે. ધનુ મકર કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સાથે જ જે લોકોની કુંડલીમાં શનિ અશુભ ફળ આપે છે તેને શિવની ભાવથી પૂજા કરવાથી અચૂક લાભ મળે છે.
ભગવાન શિવ મનોકામનાપૂર્ણ કરે છે
મહાશિવરાત્રિનું વ્રત અને પૂજન ભાવ અને શ્રદ્ધા સાથે કરવાથી મનની કામના પૂર્ણ થાય છે. આ સાથે જ લગ્નમાં આવતા વિધ્નો દૂર થાય છે. જીવનની પરેશાનીને દૂર કરવા માટે મહાશિવરાત્રીના પર્વને ઉત્તમ અવસર માનવામાં આવે છે.
મહાશિવરાત્રિએ આ મંત્રોના કરો જાપ
મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર
ऊँ नम: शिवाय
રૂદ્ધ ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।।
મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર
ॐ हौं जूं स: ॐ भूर्भुव: स्व: ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्व: भुव: ॐ स: जूं हौं ॐ ॥
આ વાતોનું રાખશો ધ્યાન
મહાશિવરાત્રિનો સંપૂર્ણ લાભ લેવા માટે કેટલીક વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. મહાશિવરાત્રીના દિવસે મનમાં કોઇ પ્રત્યે દુર્ભાવ ન લાવો, નકારાત્મક વિચારને દૂર કરો. કોઇનો અનાદાર કે ક્રોધ ન કરવો જોઇએ, સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી અને સકારાત્મક ભાવથી પૂજન સાથે ઉપરોક્ત મંત્રોના જાપ કરવા જોઇએ.