Diwali 2022 Lakshmi Pujan: દિવાળી પર લક્ષ્મી પૂજનમાં આ 6 ખાસ ચીજો જરૂર કરો સામેલ, ઘરમાં થશે ધન વર્ષા
Diwali 2022 Lakshmi Puja Samagri: દિવાળી પર લક્ષ્મી પૂજામાં દીવા, પ્રસાદ, કુમકુમ, ફળ અને ફૂલ જેવી વસ્તુઓ સામાન્ય પૂજામાં રાખવામાં આવે છે.
Diwali 2022 Lakshmi Puja Samagri: અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબર, સોમવારના દિવસે ઉજવવામાં આવશે. સુખ અને સમૃદ્ધિ માટે આ દિવસે દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ભક્તો પર જીવનભર આશીર્વાદ વરસાવે છે. દિવાળી પર લક્ષ્મી પૂજામાં દીવા, પ્રસાદ, કુમકુમ, ફળ અને ફૂલ જેવી વસ્તુઓ સામાન્ય પૂજામાં રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે કેટલીક અન્ય ખાસ વસ્તુઓ પણ છે, જેને પૂજામાં રાખવી જોઈએ. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને દરિદ્રતા દૂર થશે.
દિવાળી પર લક્ષ્મી પૂજામાં સામેલ કરો આ 6 ખાસ વસ્તુઓઃ
- દક્ષિણવર્તી શંખ- લક્ષ્મી પૂજામાં શંખને યોગ્ય દિશામાં રાખવો જોઈએ. દક્ષિણવર્તી શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે, કારણ કે લક્ષ્મીજીની જેમ શંખ પણ સમુદ્રમાંથી નીકળે છે.દક્ષિણમુખી શંખની પૂંછ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોય તે રીતે રાખો.
- શ્રી યંત્ર - શ્રી યંત્ર લક્ષ્મીજીનું પ્રિય છે. લક્ષ્મી પૂજામાં તમારે શ્રી યંત્ર પણ અવશ્ય રાખવું જોઈએ. જો શ્રી યંત્ર સ્ફટિક, સોના કે ચાંદીથી બનેલું હોય તો તે ખૂબ જ શુભ હોય છે. તેની સ્થાપના ઉત્તર-પૂર્વ દિશામાં કરવી જોઈએ.
- સમુદ્રનું પાણી- જો તમે દિવાળીની પૂજામાં સમુદ્રના પાણીને સામેલ કરો છો તો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. લક્ષ્મી માતાની ઉત્પત્તિ સમુદ્રમાંથી જ થઈ હતી તેમ માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર સમુદ્રને દેવી લક્ષ્મીનો પિતા માનવામાં આવે છે.
- પીળી કોડી- લક્ષ્મી પૂજામાં પીળી કોડી રાખવાની પરંપરા ઘણી જૂની છે. આ પીળી કોડીને ધન અને શ્રી એટલે કે લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખવું શુભ માનવામાં આવે છે.
- શેરડી- ગજલક્ષ્મી પણ મહાલક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. જેમાં તે ઐરાવત હાથી પર સવારી કરતી જોવા મળે છે. લક્ષ્મીનો ઐરાવત હાથી શેરડીનો ખૂબ શોખીન છે. પૂજામાં શેરડી રાખ્યા પછી તમે તેને હાથીને ખવડાવી શકો છો.
- લક્ષ્મીજીના ચરણ ચિહ્ન - લક્ષ્મી પૂજામાં દેવીની મૂર્તિ, સોના અને ચાંદીના સિક્કાની સાથે લક્ષ્મીજીના ચરણ ચિહ્ન પણ રાખવા જોઈએ. સોના, ચાંદી અથવા કાગળના બનેલા ચરણ ચિહ્ન પણ મૂકી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.