શોધખોળ કરો

Tulsi Tips: તુલસીનો છોડ પણ ઘરમાં આવનારી પરેશાનીનો પહેલા જ આપી દે છે સંકેત, આ રીતે જાણો

Tulsi Plant Indicates: તુલસી માતા લક્ષ્મીનું જ રૂપ છે. કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે તુલવીના છોડના લગ્ન ભગવાન વિષ્ણુના રૂપ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે.

Tulsi Plant Indicates: હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. તુલસી માતા લક્ષ્મીનું જ રૂપ હોવાનું કહેવાય છે. કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે તુલવીના છોડના લગ્ન ભગવાન વિષ્ણુના રૂપ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. જો નિયમિત રીતે તુલસીના છોડની પૂજા કરવામાં આવે તો મૃત્યુ બાદ પણ સદગતિ પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. એટલું જ નહીં એમ પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજામાં જો તુલસીનો છોડ સામેલ ન કરવામાં આવે તો પૂજા સંપન્ન થતી નથી.

પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં રાખેલા તુલસી તમારા આવનારા સમયની પરેશાનીને પહેલાથી જ માપી લે છે અને કોઈને કોઈ રીતે સંકેત આપીને તમને જાણ કરે છે. ઘણી વખત આપણે આ ચીજોની અવગણના કરીએ છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીનો છોડ અનેક પરેશાનીની અંદાજ આપે છે. જો તમે આ સંકેતોને ઓળખતા હોવ તો તેનાથી બચવાના ઉપાય કરવા જોઈએ.

તુલસીનો છોડ અચાનક સૂકાઈ જાયઃ જો ઘર આંગણે લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તમારા ઘરમાં આવનારી પરેશાનીનો સંકેત હોય છે.  તે  આ વાતનો સંકેત નથી કે વિષ્ણુજીની કૃપા તમારા ઘર પર નથી. જો તમારા ઘરમાં પણ આવું કંઈ થઈ રહ્યું હોય તો જ્યોતિષની સલાહ અનુસાર ઉપાય કરો.

પિતૃ દોષનો સંકેતઃ જો તમે તુલસીનો નવો છોડ લગાવ્યો હોય અને એક કે બે દિવસમાં સુકાઈ જાય તો સમજી લો કે ઘરમાં પિતૃ દોષ છે. પિતૃ દોષના કારણે ઘરમાં વારંવાર લડાઈ ઝઘડાં થતા રહે છે. આ સ્થિતિમાં જ્યોતિષાચાર્યની સલાહ મુજબ પિતૃ દોષ નિવારણનો ઉપાય કરવો જોઈએ.

સમૃદ્ધિનો સંકેતઃ જો તમારા ઘરમાં લગાવેલો તુલસી છોડ અચાનક હર્યો ભર્યો થઈ જાય તો કે વધારે ગાઢ દેખાવા લાગે તો શુભ માનવું જોઈએ.  તુલસીનો છોડ હર્યોભર્યો લાગે કે તેના પર માંજર આવવા લાગે તો સમજી લો કે ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. તુલસીનો આ સંકેત ઘરના કલ્યાણ અને સુખ તરફ ઈશારો કરે છે. જો તમને આવો સંકેત મળે તો તમારા ઘર પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીની કૃપા થઈ છે અને આગળ પણ રહેશે.

Disclaimer: અહીં આપવામાં આવેલા સૂચન માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીંયા એમ બતાવવું જરૂરી છે કે એબીપી ન્યૂઝ કોઈપણ માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાના અમલ પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget