શોધખોળ કરો

Shravan 2023: શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, ભગવાન ભોળાનાથને આ રીતે કરો પ્રસન્ન

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે ભગવના શંકરની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.  શિવ મંદિરોમાં ભક્તો ભગવાની શિવની પૂજા અર્ચના કરે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર પર લોકો દર્શન કરવા ઉમટી પડે છે. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સોમનાથ મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન માટે  પહોંચી જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં ચાર સોમવાર - 21, 28 ઓગસ્ટ અને 4, 11 સપ્ટેમ્બરે મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે.  

શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે

માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.  જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા. શ્રાવણ  મહિનામાં શિવલિંગના જળાભિષેક અને રૂદ્રાભિષેકનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે.

શ્રાવણના સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની દરરોજ પૂજા કરવામાં આવે છે, પરંતુ શ્રાવણના સોમવારનું વ્રત ખૂબ જ વિશેષ છે. શાસ્ત્રોમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો

શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગા જળ,  દૂધ, દહીં, મધથી અભિષેક કરો. ભોળાનાથનો રુદ્રાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. બાદમાં શિવલિંગ પર બિલિપત્ર, ભાંગ, ધતુરા અને શમીપત્ર ચઢાવો. ભગવાન શિવને ફળ અને ફૂલ અર્પણ કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવની આરતી કરો. બીજી તરફ, વિવાહિત મહિલાઓ શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખે છે અને મા પાર્વતીને સોળ શણગાર અર્પણ કરીને તેમના પતિ અને પરિવારના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
 
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
Year Ender 2025: એપલથી લઈને સેમસંગ સુધી, આ વર્ષે લોન્ચ થયા આ કંપનીઓના જબરદસ્ત ટેબ્લેટ
Year Ender 2025: એપલથી લઈને સેમસંગ સુધી, આ વર્ષે લોન્ચ થયા આ કંપનીઓના જબરદસ્ત ટેબ્લેટ
Embed widget