"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
Javed Akhtar Post: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવાને લઈ વિવાદ વધ્યો છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ તેમની ટીકા કરી છે. હવે, જાવેદ અખ્તરે પણ પોસ્ટ કરી છે.

Javed Akhtar Post: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વ્યાપક ટીકા થઈ રહી છે. હિજાબનો મુદ્દો વધુ વકર્યો છે, અને ઘણી સેલિબ્રિટીઓએ તેમની ટીકા કરી છે. ઝાયરા વસીમ, રાખી સાવંત અને સના ખાન પછી, જાવેદ અખ્તરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
જાવેદ અખ્તરે આક્રોશ વ્યક્ત કર્યો
જાવેદ અખ્તરે એક પોસ્ટ શેર કરીને લખ્યું છે, "જે લોકો મને સહેજ પણ ઓળખે છે તેઓ જાણે છે કે હું પડદાના પરંપરાગત ખ્યાલનો કેટલો વિરોધ કરું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે હું કોઈપણ રીતે સ્વીકારું છું કે શ્રી નીતિશ કુમારે મુસ્લિમ મહિલા ડૉક્ટર સાથે જે કર્યું તે સાચું છે. હું આની સખત શબ્દોમાં નિંદા કરું છું. શ્રી નીતિશ કુમારે તેમની બિનશરતી માફી માંગવી જોઈએ."
Every one who knows me even in the most cursory manner knows how much I am against the traditional concept of Parda but it doesn’t mean that by any stretch of imagination I can accept what Mr Nitish Kumar has done to a Muslim lady doctor . I condemn it in very strong words . Mr…
— Javed Akhtar (@Javedakhtarjadu) December 18, 2025
ઝાયરા વસીમે પણ ટીકા કરી
એ નોંધવું જોઈએ કે જાવેદ અખ્તર પહેલાં ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઝાયરા વસીમે પણ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણીએ લખ્યું, "એક મહિલાની ગરિમા અને શાલીનતા કોઈ વસ્તુ નથી કે જેેની સાથે રમી શકાય, ખાસ કરીને જાહેર મંચ પર. એક મુસ્લિમ મહિલા તરીકે, બીજી મહિલાનો બુરખો આટલી સરળતાથી ઉતારવો અને એ પણ હસતા હસતા, આ બહુ ગુસ્સો અપવાનારુ છે. સત્તા કોઈને પોતાની સીમાઓ ઓળંગવાની મંજૂરી આપતી નથી. નીતિશ કુમારે તે મહિલાની માફી માંગવી જોઈએ."

સના ખાને એક વિડીયો શેર કર્યો
સનાએ એક વિડીયો શેર કર્યો જેમાં તેણે નીતિશ કુમારનું નામ લીધા વિના પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેણીએ કહ્યું, "થોડા દિવસો પહેલા, અમારી એક હિજાબી બહેનનો હિજાબ, એટલે કે નકાબ, તેનો ચહેરો ઢાંકતો હતો. જ્યારે અમારા આદરણીય રાજકારણી તેણીને પ્રમાણપત્ર આપી રહ્યા હતા, ત્યારે મને ખબર નથી કે તેમનામાં એવું શું ઉત્તેજિત થયું જેના કારણે તેમનો ચહેરો જોવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો, અને પછી તેમણે બુરખો ઉતારી દીધો. આશ્ચર્યજનક રીતે, તેમની પાછળના લોકો મૂર્ખોની જેમ હસતા હતા. વિડિયો જોઈને મને તેમના કાન નીચે થપ્પડ મારવાનું મન થયું.
રાખી સાવંતે પણ માફી માંગવા કહ્યું
રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને માફી માંગવા કહ્યું છે. વીડિયોમાં તેણીએ કહ્યું છે કે, "નીતીશજી, તમને ખબર હોવી જોઈએ કે મુસ્લિમ મહિલાઓ ઇસ્લામમાં હિજાબ પહેરે છે, પરંતુ તમે તેને ઉતારી નાખ્યો છે. જો હું બધાની સામે તમારી ધોતી ઉતારીશ તો તમને કેવું લાગશે?"
View this post on Instagram
શું છે સમગ્ર વિવાદ
આ ઘટના 1,000 થી વધુ આયુષ ડોકટરોના નિમણૂક પત્ર વિતરણ સમારોહ દરમિયાન બની હતી. ડૉ. નુસરત પરવીન, એક મુસ્લિમ મહિલા, હિજાબ પહેરીને સ્ટેજ પર દેખાઈ હતી. સમારંભનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નીતિશ કુમાર ડૉક્ટરનો હિજાબ ઉતારી રહ્યા છે, જેનાથી તેણી અસ્વસ્થતા અનુભવી રહી છે. આનાથી સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે.





















