(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યભરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી, સાળંગપુરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપુર
રાજ્યમાં બે વર્ષ બાદ આજે હનુમાન જયંતિની ઉજવણી થશે. હનુમાન મંદિરોમાં મારૂતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે
LIVE
Background
રાજ્યમાં બે વર્ષ બાદ આજે હનુમાન જયંતિની ઉજવણી થશે. હનુમાન મંદિરોમાં મારૂતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. આઠથી દસ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટશે. શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં હનુમાન જયંતિ નિમિત્તે પૂજા અર્ચના
Madhya Pradesh | Temples in Khargone opened for some time today, on #HanumanJayanti, amid the recent violence here. pic.twitter.com/WC27VidzVT
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 16, 2022
નવસારીના વિરવાડી હનુમાન મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા
નવસારી ખાતે આવેલા ૪૦૦ વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ પર ભાવિક ભક્તો પહોંચ્યા હતા. વિરવાડી હનુમાન મંદિરમાં ૪૦ વર્ષ બાદ પહેલી વાર દાદાને સોનાના વરકથી શણગાર કરવામાં આવ્યો હતો જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. દક્ષિણ ગુજરાતનું સાળંગપુર કહેવાતું વિરવાડી હનુમાન મંદિર ભાવિક ભક્તો માટે બે વર્ષ બાદ ખુલ્લુ મુકાતા ભારે ઉત્સાહ સાથે ભક્તો દર્શને ઉમટ્યા હતા.
કેક કટિંગ કરી દાદાના જન્મોત્સવની ઉજવણી કરાઇ
સાળંગપુરમાં કેક કટિંગ કરી દાદાના જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. હનુમાનજીને સોનાના વાઘાનો શણગાર કરાયો હતો. સાળંગપુર ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
અમિત શાહે હનુમાન જયંતિની આપી શુભકામના
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને હનુમાન જયંતિની આપી શુભકામના
सभी को श्री हनुमान जयंती की हार्दिक शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) April 16, 2022
श्री बजरंगबली सभी के जीवन को ज्ञान, भक्ति व एकाग्रता से परिपूर्ण कर सुख, समृद्धि और आरोग्यता का आशीर्वाद दें।
जय श्री राम!! pic.twitter.com/VYLgffbehQ
રાજકોટના બાલાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરાઇ રહી છે. રાજકોટના બાલાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. રાજકોટવાસીઓને બાલાજી હનુમાન પર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે.