Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ
Mahakumbh 2025: ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Mahakumbh 2025: ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આગામી 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.
હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ કે પહેલો મહાકુંભ ક્યાં યોજાયો હતો અને તેનાથી સંબંધિત રસપ્રદ તથ્યો વાંચો.
મહાકુંભનો ઇતિહાસ
મહાકુંભનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કેટલાક ગ્રંથો અનુસાર, એવું માનવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળો સતયુગમાં યોજાયો હતો. જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે. 600 બીસીમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવા છે.
મહાકુંભ કેવી રીતે શરૂ થયો?
સમુદ્ર મંથન સમયે, જ્યારે દેવતાઓ અને દાનવો અમૃતના કુંભ માટે લડી રહ્યા હતા, ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતનો કુંભ લઈને ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગી ગયો, ત્યારે અમૃત કળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળોએ પડ્યા જ્યાં આજે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારથી, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ?
શાહી સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર કરનાર સ્નાન. મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓ પહેલા સ્નાન કરે છે. આ પછી જ સામાન્ય લોકો સ્નાન કરી શકશે. શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. એટલું જ નહીં, શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપોની સાથે પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે. મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
મહાકુંભ 2025 શાહી સ્નાન તારીખો
પ્રથમ શાહી સ્નાન- 14 જાન્યુઆરી 2025, મકરસંક્રાંતિ
બીજું શાહી સ્નાન- 29 જાન્યુઆરી 2025, મૌની અમાવસ્યા
ત્રીજું શાહી સ્નાન- 3 ફેબ્રુઆરી 2025, સરસ્વતી પૂજા, વસંત પંચમી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો....
Makar Sankranti: મકસંક્રાતિ અને પતંગનું શું છે સંબંઘ, જાણો શું ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક તર્ક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
