Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
સંગઠનમાં નવા પ્રાણ ફૂંકાયા છે. પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમો જાહેર કરવામાં આવી છે. જ્ઞાતિગત અને ભૌગોલિક સમીકરણો સાચવીને નિમણૂકો કરાઈ છે.

Gujarat BJP Organization List 2026: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP Gujarat) ના પ્રદેશ સંગઠનની રચના બાદ હવે જિલ્લા અને મહાનગરોના સંગઠનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 26 January, 2026 ના રોજ સાંજથી ભાજપ દ્વારા તબક્કાવાર વિવિધ જિલ્લા અને શહેરના સંગઠનોની સત્તાવાર યાદી જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આણંદ (Anand) અને દાહોદ (Dahod) જિલ્લા ઉપરાંત જૂનાગઢ (Junagadh) શહેરના હોદ્દેદારોના નામ પર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) દ્વારા મહોર મારવામાં આવી છે.
જૂનાગઢ શહેર સંગઠનમાં અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય સાધવામાં આવ્યો છે. જાહેર થયેલી યાદી મુજબ 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખની વરણી કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ ગજેરા, રાકેશભાઈ ધૂલેશિયા, ઓમપ્રકાશ રાવલ, ગિરીશભાઈ આડતીયા, રમેશભાઈ બાવળિયા, જ્યોતિબેન વાડોલીયા, વિવેકભાઈ ગોહેલ અને કિરણબેન હેજમની પસંદગી થઈ છે. જ્યારે મહામંત્રી તરીકે વિનુભાઇ ચાદેગરા, મિલનભાઈ ભટ્ટ અને જયેશભાઈ ધોરાજીયા જવાબદારી સંભાળશે.
જૂનાગઢની ટીમમાં મંત્રી તરીકે રાજેશભાઈ ચુડાસમા, હરેશભાઈ ગાગીયા, કમલભાઈ ચુડાસમા, હિનાબેન જેતપરિયા, કિંજલબેન સતાસીયા, યોગેશ્વરીબા જાડેજા, ગીતાબેન મહેતા અને કિરણબેન રાણીગાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે નીતિનભાઈ સુખવાણી, કાર્યાલય મંત્રી તરીકે નિરવભાઈ તલાવિયા અને સહ-કાર્યાલય મંત્રી તરીકે પ્રગ્નેશભાઈ રાવલની વરણી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના સંગઠનમાં તમામ તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થયો છે. અહીં ઉપપ્રમુખ તરીકે રાજ દેવીસિંહ હઠીસિંહ, પઢીયાર દિનેશભાઈ, પટેલ વિમલભાઈ, દવે નિલેષભાઈ, ઝાલા નિમિષાબેન, પટેલ સુનિત, પટેલ આરતીબેન, બારોટ શિલ્પાબેન અને પટેલ જગતની પસંદગી થઈ છે. જ્યારે મહામંત્રી તરીકે વાઘેલા પ્રવીણભાઈ, શાહ વિપુલકુમાર, ગોહેલ ભાસ્કરભાઈ, રાણા મિહિર અને પટેલ પથિકને સ્થાન મળ્યું છે.
આણંદ જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખો પણ જાહેર કરાયા છે. જેમાં યુવા મોરચાની કમાન ભાગ્યેશ વ્યાસ (તારાપુર) ને સોંપાઈ છે. મહિલા મોરચામાં પટેલ મયુરીબેન, કિસાન મોરચામાં અમીન દત્તેશ, OBC મોરચામાં ભરથરી હિતેશભાઈ, SC મોરચામાં સોલંકી ભાવેશભાઈ અને લઘુમતી મોરચામાં સૈયદ ખલીલઅહેમદની નિમણૂક થઈ છે. આ ઉપરાંત IT સેલની જવાબદારી કિંજલ પટેલ અને સોશિયલ મીડિયાની જવાબદારી દિવ્યેશસિંહ રાજને સોંપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં પ્રમુખ સ્નેહલ ધરિયાએ પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ નવી ટીમ બનાવી છે. અહીં ઉપપ્રમુખ તરીકે શ્રીમતિ સંયુક્તાબેન મોદી, ભરતસિંહ સોલંકી, વિનોદભાઈ રાજગોર, મુકેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પટેલ, નિતાબેન પટેલ, મીરાબેન પરમાર, રમેશભાઈ તાવિયાડ અને અભિષેકભાઈ મેડાનો સમાવેશ થાય છે. જ્યારે મહામંત્રી તરીકે બાબુતસિંહ ચૌહાણ, મુકેશકુમાર લબાના, રતનસિંહ રાવત, રાહુલભાઈ રાવત અને રમેશભાઈ કટારા સેવા આપશે.
દાહોદમાં મંત્રી તરીકે ચંદ્રકાંતાબેન ધાનકા, અનિતાબેન મછાર, મધુબેન ચૌહાણ, શર્મીલાબેન ગરાસીયા અને દિનેશભાઈ રોઝની પસંદગી થઈ છે. મોરચાના હોદ્દેદારોમાં યુવા મોરચા પ્રમુખ તરીકે હાર્દિકભાઈ પટેલ, ST મોરચામાં પ્રદિપભાઈ મોહનીયા, મહિલા મોરચામાં રૂચિતાબેન રાજ અને કિસાન મોરચામાં હસમુખભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે. આમ, ભાજપે મિશન મોડમાં આવીને સંગઠનને વેગવંતું બનાવવા કવાયત તેજ કરી છે.
દાહોદ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે સંયુક્તાબેન મોદીની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે ભરતસિંહ સોલંકીની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે વિનોદભાઈ રાજગોરની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે મુકેશભાઈ પરમારની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ પટેલની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે નિતાબેન પટેલની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે મીરાબેન પરમારની વરણી
દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે રમેશભાઈ તાવિયાડની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી પદે અભિષેકભાઈ મેડાની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી પદે બાબુતસિંહ ચૌહાણની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી પદે મુકેશભાઈ લબાનાની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે રતનસિંહ રાવતની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે રનતસિંહ રાવતની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે રમેશ કટારાની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે રાહુલભાઈ રાવતની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે ચંદ્રિકા ધાનકાની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે અનિતાબેન મછારની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે મધુબેન ચૌહાણની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે શર્મીલાબેન ગરાસીયાની વરણી
દાહોદ જિલ્લા ભાજપ મંત્રી પદે દિનેશભાઈ રોઝની વરણી
જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે મુકેશભાઇ ગજેરાની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે રાકેશભાઈ ધૂલેશિયાની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે ઓમપ્રકાશ રાવલની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે ગિરીશભાઈ આડતીયાની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે રમેશભાઈ બાવળિયાની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે જ્યોતિબેન વાડોલીયાની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે વિવેકભાઈ ગોહેલની વરણી
જુનાગઢ ભાજપ ઉ.પ્રમુખ તરીકે કિરણબેન હેજમની વરણી
જુનાગઢ ભાજપ મહામંત્રી તરીકે વિનુભાઇ ચાદેગરાની વરણી
જુનાગઢ ભાજપ મહામંત્રી તરીકે મિલનભાઈ ભટ્ટની વરણી
જુનાગઢ ભાજપ મહામંત્રી તરીકે જયેશભાઈ ધોરાજીયાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે રાજેશભાઈ ચુડાસમાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે હરેશભાઈ ગાગીયાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે કમલભાઈ ચુડાસમાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે હિનાબેન જેતપરિયાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે કિંજલબેન સતાસીયાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે યોગેશ્વરીબા જાડેજાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે ગીતાબેન મહેતાની વરણી
જુનાગઢ ભાજપ મંત્રી તરીકે કિરણબેન રાણીગાની વરણી
જુનાગઢ ભાજપ કોષાધ્યક્ષ તરીકે નીતિનભાઈ સુખવાણીની વરણી
જુનાગઢ ભાજપ કાર્યાલય મંત્રી તરીકે નિરવભાઈ તલાવિયાની વરણી
જુનાગઢ ભાજપ સહ કાર્યાલય મંત્રી તરીકે પ્રગ્નેશભાઈ રાવલની વરણી





















