Vastu Tips: પૂજા રુમમાંથી તાત્કાલિક હટાવી દો આ વસ્તુઓ, નહી તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ
મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.
Mandir Vastu Tips : મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર મંદિરની આસપાસ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
ઘણા લોકો ઘરના મંદિરમાં ધાર્મિક પુસ્તકો રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં ક્યારેય વિકૃત અથવા જૂના ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. જેથી મંદિરમાં જૂના ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ નહીં.
ભૂલથી પણ મંદિરની પાસે પોતાના પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. ધ્યાનમાં રાખો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જેથી મંદિરમાંથી પૂર્વજોની તસવીરોને હટાવી લેવી જોઈએ.
પૂજા દરમિયાન મુખ્યત્વે ફૂલો પણ ચઢાવવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી જીવનમાં ઉદાસીનતા વધવા લાગે છે. તેથી થોડા સમય પછી મંદિરમાંથી ચઢાવેલા ફૂલોને દૂર કરો. આ સાથે જ મંદિરમાં શંખ રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ જો મંદિરમાં એક કરતા વધારે શંખ રાખો છો તો વાસ્તુ મુજબ યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી તમારે વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે.
શનિદેવ હિંદુ ધર્મના મુખ્ય દેવતા પણ છે, પરંતુ તેમની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી શનિદેવની ક્રૂર નજર તમારા અને તમારા પરિવારના સભ્યો પર પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મંદિરની આસપાસ કચરો વગેરે એકત્રિત ન કરવું જોઈએ. આના કારણે તમારે નકારાત્મક પરિણામોનો પણ સામનો કરવો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.