(Source: ECI/ABP News/ABP Majha)
Navratri 2022 Day 6: મહિષાસુર મર્દિની છે મા કાત્યાયની, આ મંત્રથી મા કાત્યાયનીની કરો પૂજા
તેમનું વાહન પણ સિંહ છે. અને તેમને ચારભુજાઓ છે
Shardiya Navratri 2022 6th Day Maa Katyayani: નવરાત્રીના છઠ્ઠા દિવસે આદિશક્તિ ભવાનીના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમનું વાહન પણ સિંહ છે. અને તેમને ચારભુજાઓ છે. તેમની પૂજાથી ધર્મ,અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહર્ષિ કાત્યાયને કઠોર તપસ્યા કરી
પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ કાત્યાયને મા ભગવતીની કઠોર તપસ્યા કરી હતી. પરિણામે તેમને પુત્રી પ્રાપ્ત થઈ હતી. મહર્ષિ કાત્યાયનના ઘરે જન્મ લેવાને કારણે માતાના આ સ્વરૂપનું નામ કાત્યાયની પડ્યું. માતાનો ઉછેર કાત્યાયન ઋષિ દ્વારા થયો હતો. નવરાત્રીના આ દિવસે માં ભગવતીની સાચા મનથી પૂજા કરવામાં આવે તો અચૂક ફળ મળે છે. ઘટ સ્થાપન કરી માતાની ઉપાસના કરવામાં આવે તો મા એમનો ખોળો ભરી દે છે.
કાત્યાયની માતાનો મંત્ર
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥
આ રીતે કરો માતાની પૂજા
માતા કાત્યાયનીની પૂજામાં લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરીને તેમનું પૂજન કરવું જોઈએ. માતાને પીળા ફૂલ અને પીળું નૈવેધ અર્પણ કરવું જોઈએ. જ્યારે પૂજાની થાળી તૈયાર કરો છો ત્યારે પૂજાની થાળીમાં કંકુ, અક્ષત, હળદર, મહેંદી સહિત તમામ પૂજન સામગ્રી તથા વસ્ત્ર સમર્પિત કરો.
માતાએ મહિષાસુરનો વધ કર્યો
માતાના જન્મ પછી કાત્યાયન ઋષિએ પણ તેમની પુત્રી મા દુર્ગાની 3 દિવસ સુધી પૂજા કરી હતી. મહિષાસુર રાક્ષસના વધતા ત્રાસના કારણે મા કાત્યાયનીએ તેનો વધ કરી દેવતાઓને મુક્ત કર્યા હતા.
ભગવાન રામ અને શ્રી કૃષ્ણએ પણ પૂજા કરી હતી
એવું માનવામાં આવે છે કે મા કાત્યાયનીની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકે છે. ભગવાન રામ અને શ્રી કૃષ્ણએ માતા કાત્યાયનીની પૂજા કરી હતી. એવું માનવામાં આવે છે કે ગોપીઓએ ભગવાન કૃષ્ણને તેમના પતિ તરીકે મેળવવા માટે દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરી હતી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.