Navratri 2023: અમદાવાદમાં નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે લાઉડસ્પીકર, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
Navratri 2023: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે.
Navratri 2023: નવલી નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે.
ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે
વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. ગ્રહણ બાદ તરત જ શારદીય નવરાત્રિ શરૂ થશે. શનિવારે, 14 ઓક્ટોબર, 2023 ના રોજ, સૂર્યગ્રહણ રાત્રે 8:34 વાગ્યે થશે, જે લગભગ 6 કલાક ચાલશે અને બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે. ગ્રહણને શુભ માનવામાં આવતું નથી કારણ કે ગ્રહણના સમયે સુતક કાળ શરૂ થાય છે.
શારદીય નવરાત્રિની તારીખ સૂર્યગ્રહણના સમયે નક્કી કરવામાં આવશે. નવરાત્રિ તિથિ 14 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ રાત્રે 11:24 કલાકે હશે, તે સમયે ગ્રહણનો સમયગાળો ચાલુ રહેશે. પરંતુ સૂર્યગ્રહણની અસર નવરાત્રિની પૂજા પર પડતી નથી. નવરાત્રિમાં ઘટસ્થાપનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રિની તારીખ શરૂ થયા પછી પણ ગ્રહણની કોઈ અસર નહીં થાય. કારણ કે ઘટસ્થાપનનો સમય સવારનો હશે. ઘટસ્થાપન સમયે સંપૂર્ણ વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.
ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
- તમે 15 ઓક્ટોબર, 2023 ને રવિવારના રોજ સવારે 11:40 થી બપોરે 12:42 સુધી ઘટસ્થાપન કરી શકો છો.
- ગ્રહણ પછી ઘટસ્થાપન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
- સૂર્યગ્રહણ દરમિયાન સુતકનો સમયગાળો શરૂ થાય છે. એટલા માટે આપણે ગ્રહણ પછી પૂજાની તમામ વસ્તુઓને શુદ્ધ કરવી પડશે.
- સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
- ત્યારબાદ સ્નાન કર્યા પછી તુલસીના છોડ પર ગંગાજળનો છંટકાવ કરો.
- આ પછી, દાન કરો, જો તમે બહાર જઈ શકતા નથી, તો દાનમાં આપેલી વસ્તુઓને ઘરમાં અલગથી મૂકી દો.
- આ પછી શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું.
નવરાત્રિના પૂજાના નિયમો
- જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખો છો, તો ધ્યાનમાં રાખો કે, વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન કરરૂ જરૂરી છે. જો તમે વ્રત ન રાખી શકતા હોવ તો તમે વિધિ પ્રમાણે પૂજા પણ કરી શકો છો. જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ આપતું હોય તો માત્ર નવ દિવસ જપ માળા અને પૂજનથી પણ માના આશિષ મેળવી શકાય છે.
- નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને તુલસી કે દુર્વા ન ચઢાવવા જોઇએ.
- નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી રોલી અથવા કુમકુમથી પૂજા સ્થાનના બંને દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવું શુભ મનાય છે.
- નવરાત્રિના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરો. પાઠની સાથે સાથે કવચ અને કિલક અર્ગલાનો પણ પાઠ કરવો જોઈએ. જો તમે દરરોજ પ્રકરણ 1 થી 13 અધ્યાનના પાઠ નથી કરી શકતા તો , તો દરરોજ એક ચરિત્રનો પાઠ કરો. સપ્શતીને 3 ચરિત્રમાં વહેંચવામાં આવે છે: પ્રથમ, મધ્યમા અને ઉત્તમ.
- નવરાત્રિ દરમિયાન નવ કન્યાઓને ભોજન અચૂક કરાવો. નવરાત્રિ દરમિયાન નવ કન્યાઓને નવદુર્ગા માનીને તેમની પૂજા કરો અને તેમને ભોજન કરાવો તેમજ તેમને શૃંગારની વસ્તુઓ ભેટ આપીને સન્માનભેર વિદાય આપો.
- નવરાત્રિ દરમિયાન દરરોજ દેવી દુર્ગાને ફળ ચઢાવો. આ ફળ અર્પણ કર્યા પછી, તેને બાળકીઓમાં વહેંચો દો.