New Year 2024: નવા વર્ષના પ્રથમ દિવસે કરો આ ઉપાય, પ્રાપ્ત થશે ભગવાન શિવના આર્શીવાદ
નવા વર્ષની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારા નવા વર્ષમાં ઘરમાં સુખ-શાંતિ રહે અને આર્થિક સમસ્યાઓથી રાહત મળે.
New Year 2024: નવા વર્ષની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારા નવા વર્ષમાં ઘરમાં સુખ-શાંતિ રહે અને આર્થિક સમસ્યાઓથી રાહત મળે. નવા વર્ષમાં ખુશીઓ મેળવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે, જેનાથી તેમને ઘણા ફાયદા થાય છે. આ વખતે નવા વર્ષનો દિવસ સોમવાર આવી રહ્યો છે, તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને સાધક પોતાનું જીવન સફળ બનાવી શકે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખોનો નાશ થાય છે. આ સિવાય આર્થિક લાભ અને વેપારમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ કે નવા વર્ષના દિવસે વ્યક્તિ માટે કયા ઉપાયો ખૂબ જ ફળદાયી છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરરોજ ઘરની સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. નવા વર્ષના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સ્વચ્છ રાખવાનું ખાસ ધ્યાન રાખો. એવું માનવામાં આવે છે કે ઘરને સાફ રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે નવા વર્ષના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. આ પછી તાંબાના વાસણમાં બિલીપત્ર અને ગંગા જળ મૂકીને શિવલિંગને અર્પણ કરો. આ દરમિયાન ઓમ મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરો. ધાર્મિક માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને આર્થિક લાભ થાય છે. જો તમે તમારા વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો નવા વર્ષના દિવસે દેવતાઓના દેવ ભગવાન મહાદેવનો વિધિવત અભિષેક કરો. આ પછી પંચાક્ષરી મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે સોમવારે આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધો સુધરે છે.
'ઓમ નમઃ શિવાય' સાથે 'ઓમ ભ્રાં ભ્રીં ભ્રૌં સ: રાહવે નમઃ'
સોમવારે પાણીમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધકના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ સિવાય જીવનમાં ખુશીઓ આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.