શોધખોળ કરો
અમદાવાદમાં રવિવારથી પુષ્ટિ શિક્ષામૃત વચનામૃત યોજાશે, જાણો વિગતે
બપોરે 3 થી સાંજે 7 સુધી વ્યાસપીઠ પરથી જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તેમની સંગીતમય અમૃતવાણીમાં વચનામૃતનું રસપાન કરાવશે.

અમદાવાદઃ દ્વારકેશકૃપા નિધિ ટ્રસ્ટ દ્વારા શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં શ્રાવણ સુદ-4, રવિવાર, તા. 4 ઓગષ્ટ, 2019થી શ્રાવણ સુદ 10, શનિવાર, તા. 10 ઓગષ્ટ, 2019 સુધી શ્રી હરિરાય મહાપ્રભુજી કૃત પુષ્ટિ શિક્ષામૃત વચનામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 થી સાંજે 7 સુધી વ્યાસપીઠ પરથી જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ ગૃહાધિપતિ પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તેમની સંગીતમય અમૃતવાણીમાં વચનામૃતનું રસપાન કરાવશે. કથા સ્થળ પર દરરોજ સાંજે નિત્ય નિકુંજનાયક શ્રી દ્વારકાધીશ પ્રભુના વિવિધ મનોરથોની ઝાંખી થશે. આ ઉપરાંત કથા દરમિયાન વલ્લભકુળના બાલકો પધારશે અને વચનામૃતનો લાભ વૈષ્ણવ સૃષ્ટિને આપશે.
વધુ વાંચો




















