જયેષ્ઠ માસના બીજા મંગળવારે કરો આ પૂજા વિધિ, હનુમાનજી અચૂક પૂર્ણ કરશે આપની મનોકામના, જાણો પૂજન અર્ચનનું વિધાન
Bada Mangalwar 2021:જેઠ મહિનાનો બીજો મંગળવાર આજે છે. હિન્દુ ધર્મમાં જેઠ માસના બધા જ મંગળવારને મંગલમય માનવાામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિધિપૂર્વક ઉપાસના, સાધના, આરાધના કરવાથીહનુમાનજીની કૃપા થશે અને આપની મનોકામના પણ પૂર્ણ થશે.
Bada Mangalwar 2021:જેઠ મહિનાનો બીજો મંગળવાર આજે છે. હિન્દુ ધર્મમાં જેઠ માસના બધા જ મંગળવારને મંગલમય માનવાામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિધિપૂર્વક ઉપાસના, સાધના, આરાધના કરવાથીહનુમાનજીની કૃપા થશે અને આપની મનોકામના પણ પૂર્ણ થશે.
Bada Mangalwar 2021 Shubh Muhurat Significance: આજે જ્યેષ્ઠ માસનો બીજો મોટો મંગળવાર છે. આજના દિવસે હનુમાનજીની આરાધનાનું વિશેષ મહત્વ છે. મંગળવારને ઉર્જાનો કારક ગ્રહ મનાય છે. તેના કુપ્રભાવને દૂર કરવા માટે હનુમાનજીના પૂજન અર્ચનનું વિધાન છે.
હિન્દુ ધર્મમાં હનુમાનજીની બળ બુદ્ધીના દેવતા તરીકે પૂજાય છે. ધાર્મિક માન્યતા મુજબ હનુમાનજી તેમના ભક્તોને હંમેશા શીઘ્ર ફળ પ્રદાન કરે છે. તેથી તેને કળયુગના દેવતા પણ કહેવાય છે. હનુમંત કળયુગના જાગૃત દેવતા હોવાથી આજે પણ ભક્તોની શીઘ્ર મદદ કરે છે.
માન્યતા છે કે, મંગળવારે હનુમંતની પૂજા ખૂબ જ સંયમ સાથે કરવી જોઇએ. આજના દિવસ જો ભક્ત સાચા દિલથી અને ભાવથી હનુમંતને યાદ કરે અને તેને પ્રાર્થના કરે તો તેમની મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે. તો જાણીએ મનોકામનાની પૂર્તિ માટે આજના દિવસે શું કરવું જોઇએ. મંગળવારના દિવસે સાત વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ સંકટનું નિવારણ મળે છે અને હનુમંત મુશ્કેલ સમયમાં શીધ્ર મદદ કરે છે.
આ કામ કરો, થશે કામનાની પૂર્તિ
-હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવારે બજરંગ બાણના નિયમ પૂર્વક પાઠ કરવા જોઇએ. તેનાથી આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. શત્રુ પરાજિક થશે.
- આજે મોટા મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન બાદ રામ સીતાને ભાવથી યાદ કરીને તેના પણ દર્શન અવશ્ય કરો. તેનાથી ભક્તની મનોકામના પૂર્ણ થશે.
- હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે ગુલાબની માાળા અથવા કેવળાનું અત્તર અર્પણ કરો. આવુ કરવાથી પ્રભુ પ્રસન્ન થશે અને કામના પુર્ણ થશે.
- જેઠ મહિનાના મંગળવારે હનુમાનજીના મંદિરમાં નારિયેળ રાખવું પણ શુભ મનાય છે. તેનાથી મનોકામનાની પૂ્ર્તિ થાય છે.
- મંગળવારના દિવસે વાનરને મીઠી રોટલી અથવા પુરી ખવડાવવું પણ શુભ મનાય છે.
- જ્યેષ્ઠ માસના મંગળવારે હનુમાનજીની સાથે પીપળાની પણ પૂજા કરો. આવું કરવાથી ભક્તની દરેક કામનાની પૂર્તિ થાય છે. હનુમાનજી ભક્તને માલામાલ કરી દે છે.
.