Religious: હિન્દુ ધર્મમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે આ વૃક્ષો, લોકો કરે છે પૂજા
પુરાણોમાં ઘણા વૃક્ષોને દિવ્ય વૃક્ષો કહેવામાં આવ્યા છે. આધુનિક યુગમાં પણ લોકો વૃક્ષોની પૂજા કરે છે.
Religious: હિન્દુ સંસ્કૃતિમાં અનેક છોડ અને વૃક્ષોને શુભ માનવામાં આવે છે. લોકો માત્ર તેમની પૂજા જ નથી કરતા પરંતુ આ વૃક્ષોનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. પુરાણોમાં ઘણા વૃક્ષોને દિવ્ય વૃક્ષો કહેવામાં આવ્યા છે. આધુનિક યુગમાં પણ લોકો વૃક્ષોની પૂજા કરે છે. ચાલો જાણીએ હિન્દુ ધર્મના કેટલાક સૌથી પૂજનીય વૃક્ષો વિશે.
પીપળાનું વૃક્ષઃ હિન્દુ પરંપરા અનુસાર પીપળનું વૃક્ષ સૌથી પવિત્ર અને દૈવી વૃક્ષોમાંથી એક માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન હનુમાન અને ભગવાન શનિના મંદિરની આસપાસ જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે શનિવારે આ વૃક્ષની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, એવું પણ માનવામાં આવે છે કે આ ઝાડ પર દેવી લક્ષ્મીનો વાસ છે. ભક્તોનું માનવું છે કે આ ઝાડ પર લાલ કપડું બાંધવાથી નિઃસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થાય છે. આ સિવાય જેમને શનિદોષ હોય તેઓ પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવાથી લાભ થાય છે.
તુલસીનો છોડઃ તુલસીનો છોડ લગભગ દરેક હિંદુ ઘરમાં પવિત્ર માનવામાં આવે છે. દરેક ધાર્મિક કાર્યમાં તેનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં સક્ષમ છે. લોકોના આંગણામાં તુલસીનો છોડ ઉગાડવો એ શુભ શુકન માનવામાં આવે છે. એટલું જ નહીં આ છોડના કેટલાક ઔષધીય ફાયદાઓ પણ છે જેમ કે તેના પાનને ખાલી પેટ ચાવવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તે વિવિધ ઇજાઓ અને ત્વચા સંબંધિત બિમારીઓને પણ મટાડી શકે છે.
કેળાનું વૃક્ષઃ હિન્દુ સંસ્કૃતિમાં તેને સૌથી ઉપયોગી અને શુભ વૃક્ષ માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુનું પ્રતીક પણ છે અને ઘણી વાર તેની પૂજા કરવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્ય દ્વાર બનાવવા અને સજાવટ કરવા અને ભગવાનની પૂજા માટે પણ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષની પૂજા કરવાથી લોકો વિવાહિત જીવનનું સુખ મેળવી શકે છે.
બિલીનું વૃક્ષઃ બિલીનું વૃક્ષ ખૂબ જ શુભ છે અને તેના પાનનો ઉપયોગ ભગવાન શિવની પૂજા માટે કરવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વૃક્ષના પાંદડાનો ઉપયોગ વિવિધ પ્રસંગોએ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષના ત્રણ પાંદડા ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતીક છે. એવું પણ માનવામાં આવે છે કે તેના પાંદડા ત્રણ મુખ્ય હિન્દુ દેવતાઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમની શક્તિનું પ્રતીક છે. આ સિવાય આ ઝાડમાં કેટલાક ઔષધીય ગુણો પણ છે અને તેનું ફળ એકદમ સ્વાસ્થ્યવર્ધક કહેવાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Jyotish: પીપળાના વૃક્ષમાં હોય છે તમામ દેવી-દેવતાઓને વાસ, પાનના આ ઉપાય કરતાં જ જોવા મળશે ચમત્કાર