શોધખોળ કરો

Shravan 2023: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા

Shravan 2023: પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

Shravan 2023:  આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.  શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સોમનાથ મંદિરે વહેલી સવારે 4 વાગ્યાથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી પહોંચ્યા હતા.                                                                  

Shravan 2023: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા

તો અમદાવાદમાં આવેલ શિવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શિવ ભક્યો ઉમટ્યા હતા. પ્રખ્યાત મંદિર રામેશ્વરમાં શિવલિંગને ફૂલોથી શણગાર કરાયો હતો તો રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો ઉમટ્યા હતા. લોકો પરિવાર સાથે પણ પૂજા કરી રહ્યા છે.

અમદાવાદ, રાજકોટની સાથે જ સુરત, વડોદરા સહિતના શહેરોમાં આવેલ શિવ મંદિરોમાં પણ શિવસ્ત્રોત, શિવ પાઠ અને લઘુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે. શિવભક્તો શિવમંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Shravan 2023: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા

વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાજમહેલ રોડ પર આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઇ હતી. ભક્તો 150 વર્ષ જૂના ઐતિહાસિક મંદિર ખાતે શિવજીની આરાધના કરી રહ્યા છે.

ભક્તો શિવની ભક્તિમાં લીન બની દેવાધિદેવ મહાદેવને રિઝવવાના પ્રયાસ કરશે. તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવને પ્રિય બિલિપત્ર, દૂધ, ફૂલ સહિતના અલગ- અલગ દ્રવ્યોથી અભિષેક કરશે. તો શ્રાવણ માસ નિમિતે શિવાલયોમાં આજથી દરરોજ મહાદેવની વિશેષ પૂજા- અર્ચના અને શણગાર કરવામાં આવશે. 12 જ્યોતિલિંગ પૈકીના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ ગુજરાતમાં બિરાજમાન છે. ત્યારે અહીં તો શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભીડ ઉમટશે. શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. શ્રાવણ માસમાં તહેવારોની પણ ભરમાર રહેશે. રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો પણ આ માસમાં આવતા હોવાથી ભક્તિની સાથે સાથે લોકો તહેવારનો પણ આનંદ માણશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

Embed widget