શોધખોળ કરો

Somvati Amavasya 2022: 30 મેના રોજ 30 વર્ષ બાદ બની રહ્યો છે આ અદભૂત સંયોગ, પિતૃદોષથી મુક્તિ માટે કરો આ 5 કામ

Somvati Amavasya 2022: 2022ની છેલ્લી સોમવતી અમાસ 30મી મેના રોજ આવી રહી છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.

Somvati Amavasya 2022:  હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્વ છે. શાસ્ત્રોમાં દરેક અમાસ પર વ્રત રાખવાની પરંપરા છે, પરંતુ જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે તેનું મહત્વ વધી જાય છે. વર્ષ 2022ની છેલ્લી સોમવતી અમાસ 30મી મેના રોજ આવી રહી છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.  

આ દિવસે સૂર્યદેવના પુત્ર શનિદેવનો પણ જન્મદિવસ છે. તેને શનિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગ પણ બની રહ્યા છે. 30 વર્ષ બાદ આવો યોગ રચાશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી પૂજાનો અદ્ભૂત લાભ પ્રાપ્ત થશે.  

પિતૃદોષને દૂર કરવાના 5 ઉપાયો

  1. સવારે બ્રહ્મ મુહૂર્તમાં નદી કે તળાવમાં સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.
  2. અમાસના દિવસે બ્રાહ્મણને પૂજા પાઠ કરીને ભોજન કરાવવું કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પણ પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે.
  3. અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પિતૃઓને પ્રસન્ન રાખવા માટે પિંડદાન કરવામાં આવે છે.
  4. સોમવતી અમાસના વ્રતના દિવસે પાણી ભરેલા કળશ, છત્રી, , કાકડી, ખીરા વગેરેનું દાન ઉનાળાની વસ્તુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે.
  5. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કારણ કે એવી માન્યતા છે કે વડના ઝાડમાં ત્રિદેવોનો વાસ હોય છે. આના પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવો નિવાસ કરે છે. તેમની પૂજા કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget