Japan Tsunami Prediction:3 દિવસોમાં સાચી પડી શકે છે જાપાની બાબાની આ ભયાવહ આગાહી, જાણો શું કરી ભવિષ્યવાણી
Japan Tsunami Prediction:જાપાની મંગા આર્ટિસ્ટ ર્યો તાત્સુકીએ 5 જુલાઈના રોજ ભયાનક સુનામીની આગાહી કરી છે. જાણો તેની પાછળની કહાણી શું છે જેના કારણે લોકો વધુ ભયભિત છે

Japan Tsunami Prediction:આજકાલ જાપાનમાં 5 જુલાઈ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેનું કારણ મંગા આર્ટિસ્ટ ર્યો તાત્સુકીની આગાહી છે, જે તેમણે 1999માં તેમના પુસ્તક "ધ ફ્યુચર આઈ સો" માં કરી હતી. આ પુસ્તકમાં તેમણે દાવો કર્યો હતો કે 5 જુલાઈ 2025માં જાપાનમાં વિનાશક સુનામી આવશે, જે 2011ની ભયંકર તોહોકુ આપત્તિ કરતાં પણ મોટી હોઈ શકે છે.
ર્યો તાત્સુકીને ઘણીવાર જાપાની બાબા વેંગા કહેવામાં આવે છે. તેમણે કોરોના વાયરસ, રાજકુમારી ડાયનાના મૃત્યુ અને 2011ના ભૂકંપ-સુનામીની આગાહી અગાઉથી કરી હતી. તેમની આગાહીઓ મંગાના રૂપમાં પ્રકાશિત થઈ છે, પરંતુ ઘણી વખત સાચી પડી છે. તત્સુકીએ કહ્યું હતું કે ઉકળાટ, પરપોટા અને સમુદ્રમાં મજબૂત કંપન સુનામી પહેલાના સંકેતો હશે. આ જ કારણ છે કે જાપાનના દક્ષિણ ટાપુઓમાં ભૂકંપમાં વધારો થવાથી લોકોની ચિંતા વધી ગઈ છે.
અકુસેકીજીમા ટાપુ ખરેખર ભયાનક સ્થળ છે?
5 જુલાઈના રોજ સુનામીની આગાહીઓ વચ્ચે, ટોકારા ટાપુઓમાં અકુસેકીજીમા ટાપુ પર ભૂકંપના આંચકા આવ્યા છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો, 21 જૂનથી 1 જુલાઇ 2025 સુધીમાં 736 ભૂકંપ આંચકા આવ્યા છે. આમાંથી 50થી વધુ ભૂકંપ અનુભવાયા હતા. મોટાભાગના ભૂકંપ 3-5ની તીવ્રતા (જાપાનના 7 પોઈન્ટ સ્કેલ પર) વચ્ચેના હતા. કેટલાક ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે, સામાન છાજલીઓ પરથી પડી ગઇ હતી અકુસેકીજીમા એક જ્વાળામુખી ટાપુ છે, જે સમુદ્ર સપાટીથી 150 મીટર ઉપર સ્થિત છે. ભૌગોલિક કારણોસર સુનામીનું જોખમ થોડું ઓછું હોવા છતાં, ભૂકંપના વધતાં જતાં આંચકાએ આફતનો ભય વધુ વધુ મજબૂત બનાવ્યો છે.
જનજીવન પર કેવી અસર પડી રહી છે?
લોકો આગાહીની અસરથી માત્ર ચિંતિત નથી, પરંતુ તેમની મુસાફરીની યોજનાઓ પણ રદ કરી રહ્યા છે. ફ્લાઇટ ટિકિટો રદ કરવામાં આવી રહી છે. લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર તકેદારી રાખી રહ્યું છે. અકુસેકીજીમા ગામના 60 વર્ષીય ઇસામુ સાકામોટોએ કહ્યું, "આટલા બધા ભૂકંપ પછી, એવું લાગે છે કે જમીન હંમેશા ધ્રુજી રહી છે." તેમનો ડર વાજબી છે કારણ કે જો સતત ભૂકંપથી ઇમારતોની રચના નબળી પડી ગઈ હોય, તો મોટા ભૂકંપથી મોટું નુકસાન થઈ શકે છે.
વિજ્ઞાન શું કહે છે?
જાપાન હવામાન એજન્સી (JMA) એ કોઈ સત્તાવાર સુનામી ચેતવણી જારી કરી નથી, પરંતુ તેઓએ ભૂકંપની પ્રવૃત્તિઓ પર દેખરેખ વધારી છે. નિષ્ણાતો માને છે કે સતત ભૂકંપ મોટા ભૂકંપનો સંકેત હોઈ શકે છે, એટલે કે, જ્યારે તાત્સુકીની આગાહીને વૈજ્ઞાનિક માન્યતા મળી નથી, ભૂકંપની પ્રવૃત્તિઓ ચોક્કસપણે ગંભીર ચિંતાનો વિષય છે.




















