Japanese Baba Vanga: કોરોના વિશે જાપાની બાબા વેંગાની ભયંકર આગાહી, જાણો કેવી થશે સ્થિતિ
Japanese Baba Vanga: 2025માં ફરી કોરોનાની વાપસીએ ચિંતા વધારી છે. જાપાની મંગા કલાકાર ર્યો તાત્સુકી દ્વારા કરવામાં આવેલી રહસ્યમય આગાહીઓએ 2030માં વધુ ઘાતક લહેરની શક્યતા વધારી છે.

Japanese Baba Vanga Prediction On Corona: ભારતમાં ફરી એકવાર કોરોના ફેલાઈ રહ્યો છે. આ અંગે સરકારે જનતાને અપીલ કરી છે કે, તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને સાવચેતી રાખે. કોરોનાએ પહેલી વાર 2019 ના અંતમાં અને 2020 ની શરૂઆતમાં દસ્તક આપી હતી. આ મહામારીને કારણે દુનિયામાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, 2025 માં કોરોનાના પાછા ફરવાથી લોકોના મનમાં ફરી એકવાર ભય પેદા થયો છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ફરી એક નામ વાયરલ થઈ રહ્યું છે, જે રિયો તાત્સુકી છે. લોકો તેમને જાપાની બાબા વેંગા તરીકે ઓળખે છે. 1999 માં આવેલા તેમના પુસ્તક "ધ ફ્યુચર એઝ આઈ સી ઈટ" એ વિશ્વનું ધ્યાન ખેંચ્યું જ્યારે તેમણે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો કે, 2020માં એક અજાણ્યો વાયરસ આવશે, એપ્રિલમાં તેની ટોચ પર પહોંચશે અને પછી 10 વર્ષમાં ફરીથી પાછો આવશે. તે વધુ ઘાતક અને વિનાશ સાથે પાછો ફરશે.
2025 ના મધ્ય સુધીમાં, દુનિયાએ કોવિડ સાથે જીવવાનું શીખી લીધું હતું. જો કે, આ દરમિયાન, ભારત સહિત ઘણા દેશોમાં નવા કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. ભલે તે એટલું ભયાનક નથી, પરંતુ આરોગ્ય મંત્રાલય અને વૈજ્ઞાનિકોમાં ફરી એક વાર ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડમીટરના ડેટા અનુસાર, એપ્રિલ 2024 સુધીમાં, કોવિડ-19 ના કુલ 70.4 કરોડથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી 70 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા..
કોરોના વિશે જાપાની બાબા વેંગાની આગાહી
કોરોનાના પાછા ફરવા વિશે જાપાની બાબા વેંગાની આગાહી 2020 ની આગાહી સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે. તમને જણાવી દઈએ કે કોવિડનો પહેલો મોટો વિસ્ફોટ ભારત અને વિશ્વમાં 2020 માં માર્ચ-એપ્રિલ દરમિયાન થયો હતો. આ સમય દરમિયાન કોરોના તેની ટોચ પર હતો અને પછી ગાયબ થઈ ગયો. જોકે, કોરોના વિશેની નવી આગાહીએ ચિંતાઓ ઉભી કરી છે, જે મુજબ કોરોના 2030 માં ફરી પાછો આવશે અને આ વખતે વાયરસ ફક્ત વધુ લોકોને અસર કરશે નહીં, પરંતુ તેની સામે લડવા માટેના સંસાધનો પણ અપૂરતા સાબિત થશે.
વિજ્ઞાન વિરુદ્ધ આગાહી
સરકાર અને આરોગ્ય સંસ્થાઓ વાયરસના મૂળ, પ્રકારો અને રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, મોટી સંખ્યામાં લોકોએ જાપાની બાબા વેંગા તાત્સુકીની આગાહીને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. #2030CovidPrediction' જેવા ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. YouTube, Reddit અને X (અગાઉ Twitter) પર આગાહીઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.





















