શોધખોળ કરો

Uttarayan 2023: 30 વર્ષ બાદ બન્યો અનોખો સંયોગ, જાણો 14 તારીખે કે 15 તારીખે ઉજવાશે મકરસંક્રાંતિ

અમદાવાદ: વર્ષોથી પરંપરા મુજબ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ 30 વર્ષ બાદ આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી 15મી જાન્યુઆરીએ કરવામાં આવશે.

અમદાવાદ: વર્ષોથી પરંપરા મુજબ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ 30 વર્ષ બાદ આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી 15મી જાન્યુઆરીએ કરવામાં આવશે. જોકે આ વખતે તમામ લોકો અસમંજસમાં છે કે મકરસંક્રાંતિની ઉજવણી 14 કે 15 જાન્યુઆરી ? મકરનો સૂર્ય કોને શુભ કોને અશુભ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની મકર સંક્રાંતિ પ્રવેશ ક્ષણ 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.14 વાગ્યે છે. પરંતુ રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન અને દાન કરવુ જોઈએ. માટે આ વર્ષે 14 જાન્યુઆરી શનિવારને બદલે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

મકરસંક્રાંતિનો પુણ્ય કાળ શુભ સમય

15 જાન્યુઆરીએ સવારે 7:15 થી લઈને સાંજે 5:46 વાગ્યા સુધીનો મકર સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે અને તેનો મહા પુણ્યકાળ સવારે 7:15 થી 9:00 સુધીનો છે.

મકરસંક્રાંતિ પર રવિવારનો સંયોગ

આ વર્ષે મકરસંક્રાંતિ રવિવારે છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે. 

મકરસંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ 

મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે 

શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. સમાજમાં યસ, પ્રતિષ્ઠા, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે. 

તલના તેલની માલિશ કરી સૂર્ય સ્નાન કરવાથી શરીરના રોગોને નષ્ટ પામે છે

આ દિવસે તલ કે તલના તેલને સૂર્ય પ્રકાશમાં તપાવી આ તેલના ઉપયોગથી કે તેની માલિશથી શરીરના વાત રોગો નષ્ટ થાય છે. સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવાથી કરવાથી સિદ્ધિ સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે

બારે રાશિનાં જાતકોને રાશિ અનુસાર દાન કરવાનો મહિમા છે

મેષઃ મસૂર દાળ, ગોળ, તલ, ઘઉં અને વસ્ત્રોનું દાન
વૃષભ: ચોખા, શ્વેત વસ્ત્ર અને ગાયોને ઘાસનું દાન
મિથુન: મગ અને ગોળ અને પૈસાનું દાન
કર્ક: ગાયોને ઘાસ, ચોખા કે દહીંનું દાન
સિંહ: ઘઉં અને તલ કે, ગોળનું દાન
કન્યા: મગ, ગોળ કે ફળનું દાન 
તુલા : ચોખા, દહી કે પૈસાનું દાન 
વૃશ્ચિકઃ તલ લાડુ, મસૂર દાળ કે તાંબા પાત્રનું દાન
ધન: ચણા દાળ, ચણા કે કઠોળનુ દાન
મકર: જુના વસ્ત્રો તલ કે તલના તેલનું દાન 
કુંભઃ તલ, તલ ચીકી, લોખંડના વાસણો કે ગરમ કપડાંનું દાન
મીન: ચણા કઠોળ, કેળા કે રેશમી વસ્ત્ર કે પૈસાનું દાન 

આમ આ પ્રકારે આ દિવસે બ્રાહ્મણોને ગરીબોને ઘઉં, કઠોળ, અનાજનું દાન, રેશમી વસ્ત્રો કે કપડાનું દાન, ગાયોને ઘાસચારો, ચકલાને ચણ, કૂતરાને રોટલીનું દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળ સ્વરૂપે રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે.

મકર સંક્રાંતિનો આ મહિનો બારે રાશિને શુભાશુભ અસરો કરશે 

 મેષ રાશિ : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને મુસાફરી અંગે આનંદકારક રહેશે સમાજમાં ઘણું મૂલ્ય પણ મળશે. માન પ્રાપ્ત થાય.

વૃષભ રાશિ : જીવનમાં મુશ્કેલીઓ આવી શકે. વિવાદ વધી શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું જોઈએ.

મિથુન રાશિ : લાંબા પ્રવાસથી વિશેષ લાભ મળશે. ધન યોગ બની શકે છે.   

કર્ક રાશિ : કાર્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફળતા માટે પ્રયાસ વધુ કરવા પડે સમય સામાન્ય રહેશે.

સિંહ રાશિ : સફળતામાં મોટો ફરક પડશે. ખર્ચમાં વધારો અને આંખને લગતી સમસ્યાઓથી વધારે મોટો ફાયદો થશે નહીં.
 
કન્યા રાશિ: નોકરી વ્યવસાયમાં લાભ, સંતાનોના પ્રશ્નો હલ થશે. કાર્યોમાં મિત્રોનો સાથ મળે. 

તુલા રાશિ: મહેનત મુજબ ફળ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાથી બચવું વ્યવસાયિક અડચણ આવી શકે. 

વૃશ્ચિક રાશિ: ભાગ્યની તક મળે, કાર્યો સફળ થાય, સાહસ કરવાથી લાભ મળે, નોકરી વ્યવસાયમાં પ્રગતિ રહે.

ધન રાશિ : ચિંતા ઓછી થાય, સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સહાય મળે. યાત્રા પ્રવાસ શુભ નથી.

મકર રાશિ : આ સમયમાં લગ્ન જીવનમાં ખુશી આવે, તબિયત સારી થાય કાર્ય રુકાવટ દૂર થાય.

કુંભ રાશિ: વિદેશ યાત્રા કરવાની તક મળી શકે છે. નોકરી વ્યવસાયમાં લાભ થાય, રોકાયેલા કાર્યો થાય.

મીન રાશિ: સમય ખૂબ ફાયદાકારક રહેશે, વેપાર ધંધા નોકરી માટે લાભ પ્રદ રહે, લગ્ન જીવન સુમેળ રહે. આર્થિક રીતે સમય શુભ રહે.

- ચેતન પટેલ, જ્યોતિષાચાર્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget