શોધખોળ કરો

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ ? જાણો તારીખ અને શુભ મુહૂર્ત  

તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

Tulsi Vivah 2024 Date and Muhurat: તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતા લગ્નના બંધનમાં બંધાયા હતા. વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધક જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં યોગ્ય રીતે તુલસી વિવાહ કરાવવાથી વ્યક્તિના દામ્પત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓ આવે છે. જ્યારે અપરિણીત છોકરીઓને તેમની પસંદગીનો જીવનસાથી મળે છે. તો અહીં જાણો આ વર્ષે તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્ત શું છે.

તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્ત 2024 

હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 12 નવેમ્બરે સાંજે 4:04 કલાકે શરૂ થશે. દ્વાદશી 13 નવેમ્બર 2024 ના રોજ બપોરે 1:01 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ મુજબ તુલસી વિવાહ 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. તુલસી વિવાહ અને પૂજાનો શુભ સમય બપોરે 1.01 વાગ્યા સુધી રહેશે.

તુલસી વિવાહનું મહત્વ 

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા ધન અને સમૃદ્ધિ આવે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. તુલસી પૂજાના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.  પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધુ વધે છે અને તેમના સંબંધો પહેલા કરતા પણ વધુ અતૂટ બને છે. તુલસી પૂજાના દિવસે ભગવાન શાલિગ્રામને વરની જેમ અને માતા તુલસીને કન્યાની જેમ સંપૂર્ણ રીતે શણગારવામાં આવે છે.

તુલસી પૂજા સાથે જોડાયેલી પૌરાણિક કથા 

લોકપ્રિય પૌરાણિક કથાઓ અનુસાર, જલંધરનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો. જલંધર આગળ જતા અસુરોનો શાસક બન્યો અને પછી તેને દૈત્યરાદ જલંધર તરીકે ઓળખાવા લાગ્યો. જલંધરના લગ્ન વૃંદા સાથે થયા હતા તે એક પતિવ્રતા સ્ત્રી હતી. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેમના પતિવ્રતની શક્તિઓને કારણે જલંધર દિવસે દિવસે વધુ શક્તિશાળી બન્યો.  વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે જ દેવતાઓ પણ જલંધર સાથે યુદ્ધ જીતી શક્યા ન હતા.

આ કારણે જલંધરને પોતાની શક્તિનો ખૂબ જ ઘમંડ થયો અને પછી તેણે દેવતાઓની પત્નીઓને પણ હેરાન કરવાનું શરૂ કર્યું. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા, જેના કારણે મહાદેવ અને જલંધર વચ્ચે યુદ્ધ થયું. પરંતુ, જલંધરની શક્તિના કારણે મહાદેવનો દરેક હુમલા નિષ્ફળ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પહોંચ્યા. ભગવાન વિષ્ણુને જલંધરના રૂપમાં જોઈને વૃંદા તેમની સાથે પોતાના પતિની જેમ વ્યવહાર કરવા લાગી અને પછી વૃંદાએ પોતાના પતિને આપેલું વ્રત તોડ્યું. આ રીતે જલંધરને મહાદેવે માર્યો હતો. આ પછી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને તેમને પથ્થર બનાવી દીધા. પરંતુ પછી માતા લક્ષ્મીની વિનંતી પછી તેને પરત કરી સતી થઈ ગયા. તેમની રાખમાંથી તુલસીના છોડનો જન્મ થયો અને તેમની સાથે શાલિગ્રામના વિવાહની પરંપરા શરૂ થઈ.  

Bhai Dooj 2024: ભાઈબીજ પર બહેનો કરે આ ઉપાય, ભાઈને મળશે અનેક ફાયદા  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget