શોધખોળ કરો

Hanuman: 10 મંગળવાર સુધી હનુમાનજીને આ ફળ અર્પણ કરવાની સાથે કરો આ વિધિ, કામનાની થશે પૂર્તિ

Hanuman: જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે.

Hanuman:હનુમાન ચારેય યુગોમાં તેમની ભક્તિ, શક્તિ અને બુદ્ધિને કારણે પૂજનીય બન્યા છે. તુલસીદાસ હનુમાનજી વિશે લખે છે, 'સંકટ કાટે મિત્તે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બાલા બીરા' એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના દુઃખ અને સંકટને  દૂર કરવાની ક્ષમતા છે.

 તે દરેક મુશ્કેલ ઘડીમાં જો તેમને સાચા હદયથી પુકારવામાં આવે છે તો તે સંકટ સમયે સહાય અચૂક કરે છે. શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો કષ્ટભંજન દરેક કામનાની પૂર્તિ કરે છે.

 બજરંગ બલિની પૂજાના નિયમો જાણો

  • હનુમાનને શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, બહાદુરી અને નિર્ભયતાનું પ્રતિક માનવામાં આવે છે. સંકટ સમયે હનુમાનજીનું જ સ્મરણ કરવાથી સાધકના દરેક સંકટ દૂર થાય છે. તેને મુશ્કેલીનિવારક કહેવામાં આવે છે. બજરંગ બલિની પૂજા કેવીરીતે કરવી, જાણીએ 7 મહત્વના મુદ્દા
  • મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતિના દિવસે સૂર્યોદય પહેલા સમયે સ્નાન કરો અને શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો.
  •  મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતીના દિવસે સવારે તાંબાના વાસણમાં પાણી અને સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાન યંત્રને સિદ્ધ કર્યા પછી તેને લાલ દોરામાં ધારણ કરો, બાદમાં દર મંગળવારે તેની વિધિવત પૂજા કરો.
  • હનુમાન જયંતિના દિવસથી સતત 10 મંગળવાર સુધી શ્રી હનુમાનને ગોળ અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસથી શરૂ કરીને દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનના મંદિરમાં જઈને સતત 10 મંગળવાર સુધી કેળાનો પ્રસાદ ચઢાવો.
  • ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો. હનુમાન જયંતિ અને મંગળવારે આ ઉપાય કરવાથી જલ્દી સફળતા મળે છે.

જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે. હનુમાનને ચિરંજીવી પણ માનવામાં આવે છે. આવી અદ્ભુત શક્તિઓ અને ગુણોના માલિક હોવાને કારણે, તે જાગૃત દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી, કોઈપણ સમયે હનુમાનની ભક્તિ વ્યક્તિને તન, મન અને ધનથી સમૃદ્ધ બનાવે છે. હનુમાન જયંતિથી આ વિશેષ અવસરે  હનુમાન મંત્રની શરૂઆત કરવી અત્યંત શુભ છે. તેની ચમત્કારી અસરથી ચારે બાજુથી ખુશીઓ વરસવા લાગશે.

કેવી રીતે કરશો સાધનો

  • સ્નાન કર્યા બાદ શ્રી હનુમાનજીની પંચોપચાર પૂજા કરો એટલે કે સિંદૂર, સુગંધ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો.
  • ગુગ્ગલ ધૂપ અને દીવો પ્રગટાવ્યા પછી દુઃખમુક્ત કરવાની ઈચ્છા સાથે લાલ આસન પર બેસીને નીચે લખેલા હનુમાન મંત્રનો પાઠ કરો અને અંતે શ્રી હનુમાનની આરતી કરો.

ઓમ નમો હનુમતે રુદ્રવતારાય

વિશ્વરૂપાય અમિત વિક્રમાય

પ્રકટ પરાક્રમાય મહાબલાય

સૂર્ય કોટિસમમપ્રભાય રામદૂતાય સ્વાહા

- જ્યોતિષાચાર્ય  તુષાર જોશી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget