શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Astro Tips: ધન સંબંધિત કાર્ય કરવા માટે આ દિવસને કરો પસંદ,અચૂક મળશે સફળતા, જાણો જ્યોતિષી ઉપાય
કેટલીક વખત સખત પરિશ્રમ કર્યાં બાદ પણ સફળતા નથી મળતી. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સિદ્ધ ઉપાય છે, જેને અનુસરવાથી લક્ષ્મીજીના આશિષ પ્રાપ્ત થાય છે
Astro Tips:ઘણી વખત મહેનત કરવા છતાં પણ લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. ઘરમાં બરકત નથી રહેતી.આ કારણે કર્જથી નીચે વ્યક્તિ દબાતો જાય છે. આ બધી સમસ્યાના નિવારણ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
ધન પ્રાપ્તિના અચૂક સિદ્ધ જ્યોતિષ ઉપાય
- ઘરમાં સુખ સમૃદ્ધિ માટે સવારે સૌ પ્રથમ ઘરમાં ઝાડુ લગાવવું જોઇએ. કંઇ પણ કામ કર્યાં પહેલા સવારે આ કામ કરવું જોઇએ.
- સાંજના સમયે ક્યારેય પણ કચરો ન કાઢવો જોઇએ. આવી આદતના કારણે ઘરમાં લક્ષ્મી ટકતી નથી
- સાંજ પહેલા એટલે કે સંધ્યા સમયે ઘરમાં ક્યારેય પણ અંધારૂ ન રાખશો સંઘ્યા પૂર્વે જ લાઇટ ઓન કરી દો
- પૈસા સંબંધિત કોઇ પણ કામ કરવા માટે આ દિવસ પસંદ કરો. આપને અચૂક લાભ થશે. જ્યોતિષ અનુસાર ધન સંબંધિત કામ માટે સોમવાર કે બુધવાર પસંદ કરો
- સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીપક અવશ્ય પ્રગટાવો અને આરતી કરો. આ સમયે ઘરને ક્યારેય બંધ ન રાખવું
- જ્યારે પણ તમે કોઈ કામ માટે અથવા પૈસા સંબંધિત કોઈ કામ માટે ઘરની બહાર જાવ ત્યારે ખાધા વગર ન જાવ. કંઈક જમીને બહાર નીકશો આ સાથે નીકળતા પહેલા દહી અને સાકર અચૂક લો. તેનાથી સફળતાના ચાન્સ વધી જાય છે
- ગુરુવારે વિવાહિત સ્ત્રીને સુહાગની વસ્તુઓ દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. કુંવારી કન્યાને પણ શૃંગારની વસ્તુ આપવી અને ભોજન કરાવવું શુભ મનાય છે.
- જો તમે કોઈ ગરીબ કે નિઃસહાય વ્યક્તિની નિ:સ્વાર્થભાવે સેવા કરો છો તો આપના ઘરથી લક્ષ્મી ક્યારેય નારાજ નથી થતી અને ધનધાન્યના ભંડાર અખૂટ રહે છે.
- કોઈને કોઈ રીતે ગરીબ, લાચાર અને વ્યંઢળોને મદદ કરો અને તેમને દાન આપો. તેમની શુભકામનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે.
- તમારી ક્ષમતા મુજબ ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરવું, આપણા શાસ્ત્રમાં અન્ન દાનને મહા દાન માનવામાં આવે છે. આ રીતે કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
- ઘરના પૂજા સ્થાનમાં એક નાળિયેર અચૂક રાખો,. ધન પ્રાપ્તિ માટેનો આ એક સિદ્ધ પ્રયોગ છે.
-આચાર્ય તુષાર જોશી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion