Nag Panchami 2023: કરિયરમાં સફળતા અને ધનલાભ માટે નાગપંચમીના દિવસે કરો આ સિદ્ધ ઉપાય
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીએ નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા થાય છે. આ દિવસે કરવામાં આવતા કેટલાક વિશેષ પ્રયોગથી જીવનમાં ધન ધાન્યનું સુખ મળે છે અને કરિયરમાં આવતી બાધા દૂર થાય છે.
Nag Panchami 2023: નાગ પંચમી 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળી શકે છે. આ ઉપાયોથી કાલસર્પ દોષ પણ દૂર થશે.
નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ સરળ બનશે.
કાલસર્પ દોષ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, તે રાહુ-કેતુથી ઉત્પન્ન થાય છે. જો તેનું નિવારણ ન થાય તો 42 વર્ષ સુધી કાલસર્પ દોષની આડઅસર સહન કરવી પડે છે. કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે રાહુ યંત્રને નાગ પંચમીના દિવસે વહેતા પાણીમાં પ્રવાહિત કરો.
ઘરમાં મોર પીંછા રાખવાથી કાલસર્પ દોષ થતો નથી. રાહુ-કેતુ પણ દૂર રહે. નાગ પંચમીના દિવસે મોરનું પીંછ લાવી શ્રીકૃષ્ણની મૂર્તિ પાસે રાખો.
નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.
કાલસર્પ દોષના નિવારણના ઉપાય
નાગ પંચમીના દિવસે કેટલાક લોકો કાલ સર્પ દોષ નિવારણ પૂજા પણ કરાવે છે. નાગ પંચમી પર શેષ નાગ, તક્ષક નાગ અને વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેશંકર તેમના ગળામાં વાસુકી નાગ ધારણ કરે છે. એવી માન્યતા છે કે સાપની પૂજા કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે.
રાહુ અને કેતુના સ્તોત્રો અને મંત્રોનો જાપ કરો.
- સર્પ મંત્ર અથવા સર્પ ગાયત્રી અને નાગ સ્તોત્રનો પાઠ કરો.
- મનસા દેવીના મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરો.
- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
- પ્રદોષ વ્રત અને રુદ્રાભિષેક કરો
નાગ પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું તે જાણો
- નાગ પંચમીના દિવસે પૃથ્વીનું ખોદકામ ન કરવું જોઈએ.
- નાગ પૂજા માટે નાગ દેવતાની મૂર્તિ અથવા માટી કે ધાતુની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
- દૂધ, ડાંગર, ખીર અને દૂધ પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
- આ દિવસે મદારી પાસેથી સાપ ખરીદીને તે મુકત કરવાથી પણ કાળ સર્પ યોગથી મુક્તિ મળે છે.
- જીવતા સાપને દૂધ પીવડાવવાથી પણ નાગ દેવતા પ્રસન્ન થાય છે.