Ganesh Chaturthi 2022 :આ ત્રણ રાશિના લોકોની ગણેશની આરાધનાનું શીઘ્ર મળે છે ફળ, રહે છે વિશેષ કૃપા
સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને પછી જ અન્ય પ્રકારની પૂજા શરૂ થાય છે. . એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારના કામ કોઈપણ અવરોધ વિના સફળ થાય છે.આ ત્રણ રાશિ પર વિધ્નહર્તાની વિશેષ કૃપા રહે છે
Ganesh Chaturthi 2022 :આજે એટલે કે 31મી ઓગસ્ટ, બુધવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન ગણેશ સૌથી પહેલા પૂજવામાં આવતા દેવ છે, એટલે કે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કે કોઈ પણ શુભ કે ધાર્મિક અનુષ્ઠાન કરતી વખતે સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને પછી જ અન્ય પ્રકારની પૂજા શરૂ થાય છે. . એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારના કામ કોઈપણ અવરોધ વિના સફળ થાય છે.આ ત્રણ રાશિ પર વિધ્નહર્તાની વિશેષ કૃપા રહે ચે
મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મકર રાશિ છે, તેમના પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હંમેશા બની રહે છે. મકર રાશિના લોકો સ્વતંત્ર વિચારવાળા અને મહેનતુ હોય છે. તેઓ હંમેશા પોતાનામાં ખોવાયેલા રહે છે. ગણેશજીની આ પ્રિય રાશિ છે. જેના પર ભાગ્ય જલ્દી જ મહેરબાન થશે. સારા પરિણામ હંમેશા ઓછા પ્રયત્નોથી પ્રાપ્ત થાય છે. કામમાં હંમેશા સફળતા મળે છે. આ રાશિના લોકો પોતાની બુદ્ધિ અને કૌશલ્યના બળ પર સૌથી મોટા પડકારોનો સામનો કરવામાં માહિર હોય છે. મકર રાશિના લોકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપાને કારણે તેમના કામમાં થોડી અડચણો આવે છે.મકર રાશિને ગણેશની ઉપાસના ફળાદાયી નિવડે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા અને આશીર્વાદ બની રહે છે. મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ હિંમત, બળ, શૌર્ય અને બહાદુરીનો કારક છે. ભગવાન ગણેશની વિશેષ કૃપાને કારણે આ રાશિના લોકોના દરેક કામ જલ્દીથી પૂર્ણ થાય છે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.
મિથુન રાશિ
મિથુન રાશિનો શાસક ગ્રહ બુધ છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને વેપાર, ગણિત, તર્ક, સંચાર અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. શિવના પુત્ર ભગવાન ગણેશ આ રાશિના લોકો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. નોકરી અને વ્યવસાય કરતા લોકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહે છે. આ રાશિના લોકો પર ભગવાન ગણેશની કૃપાને કારણે કાર્યો જલદી પૂર્ણ થાય છે અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે.