22 ફેબ્રુઆરીએ બજરંગબલીની પૂજા માટે છે ઉત્તમ યોગ, આ રીતે હનુમાન ચાલીસાનો કરો પાઠ, કામનાની થશે પૂર્તિ
હનુમાન પૂજાઃ ફાલ્ગુન માસનો પ્રારંભ થયો છે. પંચાંગ અનુસાર 22 ફેબ્રુઆરી ફાલ્ગુન મહિનાનો પહેલો મંગળવાર છે. મંગળવાર હનુમાનજીને સમર્પિત છે.
હનુમાન પૂજાઃ ફાલ્ગુન માસનો પ્રારંભ થયો છે. પંચાંગ અનુસાર 22 ફેબ્રુઆરી ફાલ્ગુન મહિનાનો પહેલો મંગળવાર છે. મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનો પણ વિશેષ યોગ છે. આ યોગમાં પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા મેળવી શકાય છે. આવો જાણીએ કયો છે આ યોગ.
પંચાંગ અનુસાર, 22 ફેબ્રુઆરી, મંગળવાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ છે. આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. ખાસ વાત એ છે કે, આ દિવસે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. જે શુભ યોગ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ યોગ વિશે કહેવામાં આવ્યું છે કે, તમારા પ્રિય દેવતા, નવા કાર્યની શરૂઆત કરવા માટે વૃદ્ધિ યોગ શુભ છે. વૃદ્ધિ એટલે વધારો. આ યોગમાં કરેલા કામમાં વધારો થાય છે. સારા પરિણામો મળે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
આજના દિવસે એક, અથવા તો ત્રણ પાંચ કે સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તને આશિષ આપે છે, હનુમાનજીને કળયુગના જીવંત દેવતા કહેવાય છે અને તેને શીઘ્ર પસન્ન થતાં દેવતા પણ મનાય છે. મંગળવાર હનુમંતને સમર્પિત છે. મંગળવાર અને તેની સાથે વિશેષ યોગ બનતાં આજના દિવસે હનુમાનજીનું પૂજન અર્ચન કરવાથી શુભ લાભ મળે છે. આજના દિવસ લાલ કપડામાં હનુમાનજીનું સ્થાપન કરો. પૂજા બાદ હનુમંત સમક્ષ હનુમાનજીનો પાઠ કરો. આરતી, થાળ કરો. અને હનુમંતને ધરાવેલો પ્રસાદ બધાને વહેંચો. આજના દિવસે આ કાર્ય કરવાથી કાર્ય સિદ્ધિ મળશે અને જીવનન કષ્ટો દૂર થશે.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આ 5 વસ્તુ રાખવાથી ધન દોલતમાં ક્યારેય નથી થતી કમી
Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે. . અને તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરના આંગણામાં તુલસીના માં રાખવું અને તેની રોજા પૂજા કરવી થી ધન-દૌલતની ક્યારેય ઓછી ન હતી.
ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવું પણ શુભ મનાય છે.. વાસ્તુ અનુસાર તેના ઘરના દરવાજા અથવા બારી પાસે લગાવી શકો છો. ક્રિસ્ટલ બોલથી ધન દોલતમાં ક્યારેય કમી નથી આવતી. વધુમાં ઘરમાં મેટલની બની માછલી અથવા કાચબો પણ રાખી શકાય. તેને પણ શુભ મનાય છે. આ વસ્તુથી ઘરથી દરિદ્રતા દૂર રહે છે અને ઘરમાં ધનનું આગમન થતું હતું.
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઇએ. જે શુભ મનાય છે. લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય તે શુભ મનાય છે. ઉભેલી મુદ્રા ક્યારેય ન પસંદ કરો. જે લક્ષ્મીજીની ચંચળતાનું પ્રતીક છે.
ઘરમાં ગણેશજીની મૂર્તિ એવી રીતે ઘરના મુખ્ય દ્વારની અંદર અને બહાર લગાવો કે બંનેની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે છે. આવુ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી તેમજ સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે છે.